બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જગન્નાથ રથયાત્રા નાસભાગ મામલે DM-SPની બદલી, મૃતકોના પરિજનોને વળતરની જાહેરાત

નેશનલ / જગન્નાથ રથયાત્રા નાસભાગ મામલે DM-SPની બદલી, મૃતકોના પરિજનોને વળતરની જાહેરાત

Last Updated: 04:32 PM, 29 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રથયાત્રામાં થયેલી ભાગદોડ બાદ ઓડિશા સરકારે પુરીના DM-SPની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, DCP અને કમાન્ડન્ટને ગેર વર્તનને બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Puri Rath Yatra Stampede: પુરી રથયાત્રામાં ભાગદોડ બાદ ઓડિશા સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. મોહન માઝી સરકારે પુરીના જિલ્લા કલેક્ટર અને એસપીની બદલી કરી છે અને ફરજમાં બેદરકારી બદલ ડીસીપી વિષ્ણુ પાટી અને કમાન્ડન્ટ અજય પાધીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

puri-1

આ સાથે, મુખ્યમંત્રી કાર્યાલયે ભાગદોડમાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના પરિવારોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ વિકાસ કમિશનરની દેખરેખ હેઠળ વિગતવાર વહીવટી તપાસના આદેશ આપ્યા છે. ચંચલ રાણાને નવા જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પિનાક મિશ્રાએ નવા એસપી તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

ભાગદોડમાં ઓછામાં ઓછા 3 શ્રદ્ધાળુઓના મોત

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રવિવારે (29 જૂન, 2025) પુરીમાં એક મંદિર પાસે થયેલી ભાગદોડ માટે ભગવાન જગન્નાથના ભક્તોની માફી માંગી. આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે વહેલી સવારે શ્રી ગુંડિચા મંદિર પાસે થયેલી ભાગદોડમાં લગભગ 50 અન્ય લોકો ઘાયલ થયા છે.

puri-3

મુખ્યમંત્રી માઝીએ માફી માંગી

મુખ્યમંત્રી માઝીએ 'X' પર પોસ્ટ કરીને કહ્યું, 'હું અને મારી સરકાર બધા જગન્નાથ ભક્તોની માફી માંગીએ છીએ. ભાગદોડમાં જીવ ગુમાવનારા ભક્તોના પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે મહાપ્રભુ જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ કે તેઓને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તેમણે એમ પણ કહ્યું કે સુરક્ષામાં થયેલી ખામીની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'

Vtv App Promotion

નવીન પટનાયકે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

બીજુ જનતા દળ (બીજેડી) ના પ્રમુખ નવીન પટનાયકે જણાવ્યું હતું કે ઓડિશા સરકાર શ્રી ગુંડિચા મંદિર નજીક ભક્તો માટે શાંતિપૂર્ણ રથયાત્રા સુનિશ્ચિત કરવામાં અસમર્થ સાબિત થઈ છે. પટનાયકે 'X' પર પોસ્ટ કર્યું હતું કે હું પુરીના શારદાબલી ખાતે થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા ત્રણ ભક્તોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલ ભક્તોના ઝડપથી સ્વસ્થ થવા માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું.

આ પણ વાંચો : તમારો પગાર ગમે તેટલો હોય, દર મહિને 20 ટકાની બચત કરો, થોડા વર્ષમાં બની જશો લખપતિ

ઓડિશા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પટનાયકે જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન ભીડ વ્યવસ્થાપનની ગંભીર નિષ્ફળતાના એક દિવસ પછી, આજની ભાગદોડએ રથયાત્રાની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવામાં સરકારની અસમર્થતાને છતી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

religion Puri Rath Yatra Stampede Odhisha news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ