ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Rathyatra / religion-and-spiritualism-lord-jagannath-fallen-sick-before-rath-yatra-on-14th-july

NULL / રથયાત્રા પહેલા બીમાર પડ્યા ભગવાન જગન્નાથ ચાલી રહી છે સારવાર....

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ભગવાન સાથે અટૂટ પ્રેમ અને વિશ્વાસનો આનાથી મોટુ ક્યુ ઉદાહરણ હોઈ શકે જ્યાં ભક્ત પ્રભુને બીમાર માનીને નાના બાળકની જેમ સેવા કરતા હોય. તેમને દેશી વસ્તુઓથી બનેલો ઉકાળો પીવળાવવામાં આવે છે. આ સમયે તેમને ચટપટી વસ્તુઓ નહીં પરંતુ ફક્ત સીઝનના ફળ અને પરવરનો જ્યુસ પીવડાવવામાં આવે છે. 15 દિવસના ઉપચાર બાદ ભગવાન જગન્નાથ સ્વસ્થ થાય છે અને પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે પોતાના માસી રોહિણીજીના ત્યાં મુલાકાતે જાય છે.

જેઠ માસની પુનમથી અમાસ સુધી ભગવાનને બીમાર માનીને એક બાળકની જેમ તેમની સેવા કરવામાં આવે છે. આ દરમ્યાન મંદિરના દરવાજા બંધ રહે છે અને ભગવાનને ફક્ત ઉકાળાનો જ ભોગ લગાવવામાં આવે છે. તમે વિચારી રહ્યા હશો કે જગતના પાલનહાર ભલા કેવી રીતે બીમર પડી શકે છે? 

ભગવાનના બીમાર પડવાની પાછળ શું છે પૌરાણિક કથા

પુરાણમાં કહેવામાં આવ્યું છે કે રાજા ઈન્દ્રદુયમ્ન પોતાના રાજ્યમાં ભગવાનની પ્રતિમાં બનાવી રહ્યા હતા. તેમણે જોયુ કે શિલ્પકાર તેમની પ્રતિમાને વચ્ચેજ અધૂરી મુકીને જતા રહ્યા. આ જોઈને રાજા વિલાપ કરવા લાગ્યા. ભગવાને ઈન્દ્રદુયમ્નને દર્શન આપીને કહ્યુ કે 'વિલાપ ન કરો મે નારદને વચન આપ્યુ હતુ કે બાળરૂપમાં આ આકારમાંજ પૃથ્વીલોક પર બિરાજમાન થઈશ'. ત્યારબાદ ભગવાને રાજાને આદેશ આપ્યો કે 108 પવિત્ર કુંડના  જળથી મારો અભિષેક કરવામાં આવે. ત્યારે જેઠ માસની પૂર્ણીમાં હતી.  

ત્યારથી માન્યતા ચાલે છે કે કોઈ બાળકને જો કુવાના ઠંડા પાણીથી સ્નાન કરાવવામાં આવે તો બીમાર પડવું સ્વાભાવિક છે. માટે પ્રભુને બીમાર માનીને જેઠ માસની પૂર્ણીમાથી અમાવસ્યા સુધી ભગવાનની બીમાર બાળકના રૂપમાં સેવા કરવામાં આવે છે.

આ વર્ષે જેઠ માસની પૂર્ણીમા 27 જૂને હતી. જ્યારથી પ્રભુને બીમાર માનીને તેમની સારવાર ચાલી રહી છે અને 14 જૂલાઈએ રથ યાત્રાના એક દિવસ પહેલા તેઓ સ્વસ્થ થાય છે. ત્યારે તેમને મંદિરના ગર્ભગૃહમાં પાછા લાવવામાં આવે છે. 14 જૂલાઈએ ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે પોતાની માસી રોહિણીજીની મુલાકાત કરવા માટે ગુંડીચા મંદિર જાય છે. ભગવાનના ગુંડીચા મંદિરમા આવવા પર ત્યાં ઉત્સવો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અહીં જાત-જાતના પકવાનોથી પ્રભુને ભાગ લગાવવામાં આવે છે. ભગવાન ત્યાં 7 દિવસ રહે છે અને પછી પાછા ફરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ