બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / Reliance Jio launched Rs 999 4G phone,

Jio Bharat Phone / મોકે પે ચોકા: રિલાયન્સનો મોટો ધમાકો: 999 રૂપિયા લોન્ચ કર્યો 4G ફોન, પ્લાન પણ મજેદાર

Kishor

Last Updated: 08:40 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જીઓ દ્વારા 999 ની કિંમતના 4જી મોબાઈલ લોન્ચ કરવાની જાહેરાત જરી4 દેવામાં આવી છે.જે અનેક સુવિધાથી ભરપુર છે.

  • રિલાયન્સ જીઓ લોન્ચ કરશે માત્ર 999 ની કિંમતનો  મોબાઈલ ફોન
  • જીઓ ભારત ફોન એવું નામ આપવામાં આવ્યું
  • ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકાશે

રિલાયન્સ જીઓએ માત્ર 999 ની કિંમતનો એક મોબાઈલ ફોન લોન્ચ કર્યો છે. કંપનીએ કહ્યું છે કે 2જી મુક્ત ભારતના પગલે આ 4જી મોબાઈલ લોન્ચ કરવામાં આવ્યો છે. આ મોબાઇલની સાથે jio ના બે નવા પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોનને જીઓ ભારત ફોન એવું નામ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ બેઝિક ફીચર ફોન છે. પરંતુ તેમાં ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકાશે.

7 જુલાઈથી બીટા ટ્રાયલ શરૂ થશે

ફોનની સાથે jio ના પ્લાન લેવા પડશે. જેની શરૂઆતની કિંમત 123 રૂપિયા પર મહિના રાખવામાં આવી છે. 123 રૂપિયામાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 14 જીબી ડેટા મળશે.એન્યુઅલ પ્લાન મુજબ યુઝર્સને 1234 રૂપિયા આપવા પડશે. જેમાં 168 જીબી ડેટા મળી શકશે. રિલાયન્સ કંપનીના જણાવ્યા અનુસાર જીઓ ભારત ફોનનું 7 જુલાઈથી બીટા ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે. તે પ્રથમ 6500 તાલુકાઓમાં શરૂ કરવામાં આવશે.રિલાયન્સ જીઓ દ્વારા ભારતીય હેડ સેટ મેકર કાર્બન કંપની સાથે પાર્ટનરશીપ કરી અને આ ફોનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

250 મિલિયન ફીચર ફોનના યુઝર્ષને ઇન્ટરનેટ એક્સેસ સુધી પહોંચાડવાનો ધ્યેય
આ મામલે રિલાયન્સ જીઓ કંપનીના જણાવ્યા અનુસાર ભારતમાં હજુ પણ 250 મિલિયન લોકો એવા છે. જે 2 જી મોબાઈલ યુઝ કરી રહ્યા છે અને તેઓની પાસે ફીચર ફોન છે કંપની દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે આવા યુઝર્સ પાસે ઇન્ટરનેટ વાળા મોબાઈલ નથી. કંપની દ્વારા પ્રેસ રિલીઝમાં જાહેર કરાયા મુજબ આ ફોનને લોન્ચ કરી કંપનીનો હેતુ 250 મિલિયન ફીચર ફોનના યુઝર્ષને ઇન્ટરનેટ એક્સેસ સુધી પહોંચાડવાનો હોવાનું જણાઈ રહ્યું છે.

જીઓ સિનેમા, જીઓ સાવન અને એફએમ રેડીયો પણ સપોર્ટ કરાશે
વધુમાં જીઓ ભારત ફોનમાં યુપીઆઈ પેમેન્ટ સપોર્ટ પણ હશે. પરંતુ જીઓ પે માટે જ હશે એટલે કે જીઓ પેથી જ પેમેન્ટ કરી શકાશે. અન્ય યુપીઆઇમા ટ્રાન્સ્ફર થઇ શકશે કે નહીં તે મામલે સ્પષ્ટતા કરાઈ નથી. આ ફોનમાં કેમેરા ઉપરાંત જીઓ સિનેમા, જીઓ સાવન અને એફએમ રેડીયો પણ સપોર્ટ કરાશે. 4.5 cm ની ડિસ્પ્લે અને 1000 એમએએચની બેટરી તથા 0.3 મેગા પિક્સલ કેમેરા તથા ફ્લેશ ટોર્ચ અને 128 gb એસડી કાર્ડ લગાવવા સુધીની મર્યાદા અપાઈ છે. સાથે સાથે 71 ગ્રામ વજન અને 3.5 છે એમ એમ હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ