બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:19 PM, 19 April 2024
Hanuman Janmotsav April 2024 : હિંદુ ધર્મમાં હનુમાનજી જન્મોત્સવ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. બજરંગબલીની ધાર્મિક પૂજાનું ખુબ મહત્વ છે. હનુમાનજીના ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે. દાદાની ભક્તિ કરવાથી હનુમાનજી ભક્તોની દરેક મનોકામના પુ્ર્ણ કરતા હોવાની માન્યતા છે. અને જીવનના તમામ દુ:ખ અને પરેશાનીઓ દૂર થાય છે. દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષે 23 એપ્રિલે હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન હનુમાનજીની પૂજા સાથે શનિ દોષ અને ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઘણા વિશેષ ઉપાયો પણ કરવામાં આવે છે. આવો જાણીએ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે હનુમાનજીના જન્મોત્સવના સરળ ઉપાયો...
ADVERTISEMENT
હનુમાન દાદાના જન્મોત્સવના દિવસે બજરંગબલીની વિધિવત પૂજા કરો. હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં કાળા તલ પણ નાખો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.
ADVERTISEMENT
આ સિવાય હનુમાનજીના જન્મોત્સવ પર હનુમાનજીને ચણાના લોટના લાડુ, લાલ ચોલા અને ચમેલીના તેલનો દીવો અર્પણ કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.
ADVERTISEMENT
તમે તમારી ભક્તિ પ્રમાણે હનુમાનજીની જન્મજયંતિ પર ભંડારાનું આયોજન કરી શકો છો. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હનુમાન દાદાના જન્મોત્સવના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને લાડુ ચઢાવો. પરિવારના સભ્યોને લાડુનું વિતરણ કરો. તેમજ ગરીબો અને જરૂરિયાતમંદોમાં પ્રસાદનું વિતરણ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બાળકો સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.
(Disclaimer: અમે દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. આને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.