બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:16 PM, 19 April 2024
હનુમાન જયંતિ 2024: ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાન જયંતિ પર કેટલીક વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.
હનુમાનદાદા ભગવાનશ્રી રામના સેવક છે. કળયુગમાં પણ દાદા હાજરા હજુર છે. તેમની ભક્તિ કરવાથી કળયુગમાં પણ તેમના ભક્તોને અનોખી શક્તિનો અહેસાસ થાય છે. હિંદુ ધર્મમાં હનુમાનજીને બજરંગ બલી, અંજનેય, મારુતિ, પવનપુત્ર સહિત ઘણા નામોથી ઓળખવામાં આવે છે. સંકટ મોચકની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. હિંદુ કેલેન્ડર મુજબ હનુમાનજીનો જન્મ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે થયો હતો. આ દિવસે હનુમાન જયંતિ અથવા હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. દેશભરમાં દાદાના ભક્તો દ્વારા દાદાની શોભાયાત્રા યોજવામાં આવે છે.
ADVERTISEMENT
પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિ 23 એપ્રિલે સવારે 3:25 વાગ્યે શરૂ થશે અને 24 એપ્રિલે સવારે 5:18 વાગ્યે સમાપ્ત થશે. જેના કારણે 23મી એપ્રિલે હનુમાનજી દાદાનો જન્મોત્સવ ઉજવાશે. આ વખતે હનુમાન જયંતિ મંગળવારે આવી રહી છે, તેથી આ દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાન જયંતિ પર કેટલીક વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.
1. હનુમાનજીની પ્રતિમા
ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાન જન્મોત્સવ પર બજરંગબલીની મૂર્તિ અથવા ચિત્ર લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે હનુમાનજીની બેઠા હોય તેવી મૂર્તિ કે ઊભા હોય તેવી મુર્તિ લાવી શકો છો.
ADVERTISEMENT
2. સિંદૂર
શાસ્ત્રો અનુસાર હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે. આ કારણે હનુમાન જયંતિ પર સિંદૂર લાવવું શુભ માનવામાં આવે છે.
3. લાલ રંગની વસ્તુઓ
હનુમાનજીનો પ્રિય રંગ લાલ માનવામાં આવે છે. હનુમાન જન્મોત્સવ પર ઘરમાં લાલ રંગની વસ્તુઓ લાવો.
ADVERTISEMENT
4. ધ્વજ
હનુમાન જયંતિ પર તમે ધ્વજ ખરીદી શકો છો અથવા ઘરે ધ્વજ તૈયાર કરી શકો છો. તમે આ ધ્વજ લાવીને ઘરે મૂકી શકો છો. તેનાથી પરિવારના સભ્યો પર હનુમાનજીની કૃપા બની રહેશે અને નકારાત્મકતા દૂર થશે.
ADVERTISEMENT
5. મીઠાઈઓ
હનુમાન જયંતિ પર ચણાના લોટના લાડુ લાવો અને બજરંગબલીને અર્પણ કરો. કહેવાય છે કે આનાથી હનુમાનજી મનોકામના પૂર્ણ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.