બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતો માટે રાહતના સમાચાર, ટેકાના ભાવે મગફળીની ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં વધારો
Last Updated: 04:48 PM, 30 October 2024
ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. 03-10-2024 થી તા.31-10-2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
ADVERTISEMENT

રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી તા. 11 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. 7,645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, રૂ.450 કરોડના મૂલ્યની 92,000 મેટ્રિક ટન સોયાબીન, રૂ.370 કરોડના મૂલ્યની 50,970 મેટ્રિક ટન અડદ અને રૂ. 70 કરોડના મૂલ્યની 8,000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. 8,474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ADVERTISEMENT
રાજ્યના 160 જેટલા ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ બાદ તા. 11-11-2024ના રોજથી શરૂ કરવામાં આવશે અને તા. 08-02-2025ના રોજ પૂર્ણ થશે.
VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે
ADVERTISEMENT
ટેકા ભાવને લઈ રજીસ્ટ્રેશન માટે ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે
આ પણ વાંચો: મેટ્રોમાં મુસાફરી કરવા જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો, સમયમાં થયો ફેરફાર
ADVERTISEMENT

મગફળીનો રૂ. 6,783 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભઆવ નક્કી કરાયો છે
ADVERTISEMENT
ભારત સરકારે ચાલુ વર્ષ 2024-25 માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા. જે અનુસાર મગફળી રૂ. 6,783 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1356.60 પ્રતિ મણ), મગ રૂ.8,682 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1736.40 પ્રતિ મણ), અડદ રૂ.7,400 પ્રતિ ક્વિન્ટલ (રૂ.1480 પ્રતિ મણ) તેમજ સોયાબિન રૂ.4,892 પ્રતિ ક્વિન્ટલ (રૂ.978.40 પ્રતિ મણ)ના ભાવે ખરીદી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગુજરાતના ખેડૂતો પાસેથી પી.એસ.એસ હેઠળ ટેકાના ભાવે 61,372 લાભાર્થી ખેડૂતો પાસેથી રૂ.671 કરોડથી વધુ કિંમતના 1,18,000 મે. ટન જથ્થાની ખરીદી કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.