બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મેટ્રોમાં મુસાફરી કરવા જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો, સમયમાં થયો ફેરફાર
Last Updated: 02:42 PM, 30 October 2024
દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગાંધીનગર અને અમદાવાદમાં દિવાળીના તહેવારોને લઈ મેટ્રો સેવાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે સાંજે 7 વાગ્યા સુધી જ મેટ્રો સેવાઓ ચાલશે. આ નિર્ણય જાહેરમાં ફટાકડા ફોડવા અને તેની અસરોના કારણે લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
દિવાળી પર લોકો સાંજે ફટાકડા ફોડતા હોય છે આતશબાજી કરતા હોય છે. ત્યારે લોકો જાહેર જગ્યાઓ પર પણ આતશબાજી કરતા જોવા મળે છે. ત્યારે આ ફટાકડા અને આતશબાજીને લીધે મેટ્રોના સંચાલનમાં કોઈ સમસ્યા ન આવે કે કોઈ દુર્ઘટના ન થાય એ ધ્યાને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર કરીને મેટ્રોને વહેલી બંધ કરી દેવામાં આવશે.

ADVERTISEMENT
દિવાળીના તહેવારને ધ્યાને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. દિવાળીમાં સવારે 6.20 થી સાંજે 7 વાગ્યા સુધી જ મેટ્રો સેવાઓ ચાલશે. દેશના અન્ય શહેરોમાં ચાલતી મેટ્રો સેવાઓને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: હાશ! ફૂલના ભાવ તો ઘટ્યાં, દિવાળીના તહેવારો ટાણે જ જનતાને હાશકારો, જાણો લેટેસ્ટ કિંમત
ADVERTISEMENT
અહીં ઉલ્લેખનીય છે કે નવરાત્રી દરમિયાન પણ મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. નવરાત્રી દરમિયાન મેટ્રો રાતે 2 વાગ્યા સુધી ચલાવવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.