બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હાશ! ફૂલના ભાવ તો ઘટ્યાં, દિવાળીના તહેવારો ટાણે જ જનતાને હાશકારો, જાણો લેટેસ્ટ કિંમત
Last Updated: 12:03 PM, 30 October 2024
દિવાળીના તહેવારમાં અમદાવાદવાસીઓ માટે પૂજા કરવી સસ્તી થઇ છે. અમદાવાદની ફૂલ બજારમાં ફૂલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હાલ તહેવારને લઇ મોટા પ્રમાણમાં લોકો ફૂલોની ખરીદી કરવા માટે ઉમટતા હોય છે. ત્યારે આ તમામ ફૂલોના ભાવમાં ઘટાડો થતા લોકોએ મન મુકીને ફુલોની ખરીદી કરી હતી.
ADVERTISEMENT
કેમ આવ્યો ઘટાડો
આ વર્ષે સારો વરસાદ વરસ્યો હતો. જેના કારણે ફૂલોની આવક સારા એવા પ્રમાણમાં થઇ છે. જેને લઇ વિવિધ ફૂલોની આવક બમણી થતાં ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે સામાન્ય જનતાને પરવડે તેવા ભાવથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઉપરાંત ગત મહિના કરતા 50% જેટલા ભાવ ફૂલોના ઘટ્યા હતા. ત્યારે હાલ તમામ પ્રકારના ફૂલો 100 રૂપિયાથી અંદર થયા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 5 થી 10 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે. ગત મહિને જે ૫૦ ટકા ભાવ વધારો થયો હતો એ હવે ઘટયો છે. જેમાં ગુલાબ કિલો ૧૦૦ કિલો, મિક્ષ ગુલાબ ૮૦ કિલો, પીળા ફૂલ ૬૦-૭૦ કિલો, કેસરી ફૂલ ૫૦-૬૦ કિલો, લીલી - ૧૦ રૂપિયા અને સામન્ય દિવસમાં ડમરો 25 નો મળે તે હાલ 15 નો મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.