બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઓનલાઈન શોપિંગથી ઓફલાઈન ધંધા હવે ખોટ તરફ! દિવાળી ટાણે જ રિલીફ રોડના વેપારીઓ નવરા બેઠેલા નજરે પડ્યાં
Last Updated: 11:00 AM, 30 October 2024
હાલના દિવસોમાં તમામ તીજ વસ્તુઓ ઓનલાઇન મળી જતા સ્થાનિક વેપારીઓની સ્થિતી ગંભીર બની છે. ઉપરાંત દિવાળીના સમયમાં ઓનલાઇન વિવિધ ઓફરો સાથે વસ્તુઓ મળી જતા ઓફલાઈન વેપાર કરતા વેપારીઓની દિવાળી પર અસર જોવા મળી છે. જેમાં ઓનલાઇન શોપિંગ નું ચલણ ચાર વર્ષ થી વધતા આ વર્ષે પણ ઇલેક્ટ્રોનિક થી લઇ કટલરી બજારમાં 60% ખરીદી ઘટી છે.
ADVERTISEMENT
ઘરે બેઠા મળતી વસ્તુઓને કારણે હાલાકી
અમદાવાદના વેપારીઓને દિવાળી ટાણે ઓનલાઇન શોપિંગનો સેલ નડ્યો છે. એક સમયે દિવાળી ટાણે ભરચક રહેતો રિલીફરોડ અને ટંકશાળ રોડ આજે ખાલીખમ જોવા મળ્યા હતા. ઈલેક્ટ્રોનિક બજાર ની વાત કરીયે તો આ સીઝન માં 70% ધંધો નથી થયો જેનું મુખ્ય કારણ ઓનલાઇન વેપાર છે. સ્કીમ અને ઘરે બેઠા મળતી વસ્તુઓ ને કારણે ગ્રાહકો હવે દૂર દુકાન કે શો રૂમ સુધી જવાનું ટાળી રહ્યા છે જેના કારણે દિવાળી સમયે પણ વેપારીઓ ગ્રાહક વગર બેઠા છે. વેપારીઓ ઘણા સમય થી ઓનલાઇન વેપાર મામલે વિરોધ કરે છે તેમ છતાં ઓનલાઇનનું ચલણ વધતા વેપાર ઠપ્પ થયો છે.
ADVERTISEMENT

વધુ વાંચો: દિવાળી પહેલા શિક્ષણ વિભાગની મોટી જાહેરાત, 13800 શિક્ષકોની કરવામાં આવશે ભરતી
ADVERTISEMENT
ઇલેક્ટ્રોનિક વેપારી એસોસિએશનના પ્રમુખ મેધરાજ ડોડવાણીએ જણાવ્યું હતુ કે ટંકશાળ રોડ પર આવેલ માર્કેટ માંથી લોકો ગિફ્ટ અને કટલરી ની વસ્તુઓની ખરીદી કરવા આવતા હતા. પરંતુ હવે અનેક એપ આવી કે જે આંગળી ના ટેરવે મોબાઈલ માં ઓર્ડર કરતા ઘરે મળી જાય છે અને આજ કારણે હવે કટલરીના રિટેલ વેપારીઓને નડી રહી છે અને ધંધો ઠપ્પ થઇ ગયો છે. દર વર્ષે થતા ધંધાનો 60% ધંધો ન થતા વેપારીઓને દિવાળી બગડી છે. ત્યારે આ બાબતે વેપારીઓની માગ છે કે સરકાર ઓનલાઇન વેપાર માટે નીતિ નિયમો બનાવે જેથી રિટેલ ઓફલાઈનના વેપારીઓને નુકશાન ન થાય અને ધંધા રોજગાર ચાલે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.