બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Reduce this 'burden' in education: Wali Mandal raises demand, appeals to take decision on school bags

અમદાવાદ / શિક્ષણમાં આ 'ભાર' ઘટાડો: વાળી મંડળે ઉઠાવી માંગ, સ્કૂલ બેગને લઈને નિર્ણય લેવા અપીલ

Vishal Khamar

Last Updated: 04:43 PM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કૂલ બેગના વજનને લઈને વાલી મંડળે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે બાળકોની બેગમાં વજન રાખવું તે અંગે ગાઈડલાઈન બહાર પાડે.

  • સ્કૂલમાં બેગના વજનને લઈને વાલી મંડળે લખ્યો પત્ર
  • રાજ્ય સરકાર બાળકોની બેગમાં વજન રાખવું તે અંગે ગાઈડલાઈન બહાર પાડે - વાલી મંડળ
  • ઓછું વજન થાય તો બાળક પ્રફુલ્લિત રહે તેવી વાલી મંડળની માંગ

 સ્કૂલ બેગના વજનને લઈને વાલી મંડળે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે બાળકોની બેગમાં વજન રાખવું તે અંગે ગાઈડલાઈન બહાર પાડે. તેમજ 2023 થી કેટલું વજન રાખવું તેની ગાઈડલાઈન પણ બહાર પાડે તેવી વાલી મંડળની માંગ છે.  અત્યારે અનેક સ્કૂલો બાળકની કેપેસિટી કરતા વધુ પુસ્તકો મંગાવે છે. બેગમાં વજન ઓછું થાય તેવી વાલી મંડળની માંગ પણ છે. ઓછું વજન થાય તો બાળક પ્રફુલ્લિત રહે તેવી વાલી મંડળની માંગ છે.
વર્ષ 2020 માં કેન્દ્ર સરકારે સ્કૂલ બેગ પોલીસી જાહેર કરી હતી
વર્ષ 2020 માં કેન્દ્ર  સરકાર દ્વારા સ્કૂલ બેગ પોલીસી જાહેર કરવામાં આવી હતી. પોલીસી લાગૂ કરતાં પહેલાં રાજ્યએ તેની પર પોતાની પ્રતિક્રિયા આપવાની રહેશે. સ્કૂલ બેગ પોલીસીમાં શાળા અને પેરન્ટ્સની મુખ્ય જવાબદારી નક્કી કરાઈ છે. પહેલાથી 10માં ધોરણના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું કુલ વજન તેના વજનના 10 ટકાથી વધારે હોવું જોઈએ નહીં. 
પ્રી પ્રાઈમરીના બાળકો માટે ખાસ વ્યવસ્થા
પ્રી પ્રાઈમરીના બાળકો માટે કોઈ સ્કૂલ બેગ રહેશે નહીં. સ્કૂલ બેગનું વજન માપવા માટે ડિજિટલ મશીન રખાશે. દરેક શાળામાં આ મશીન ફરજિયાત હોવું જરૂરી રહેશે. સ્કૂલ બેગ ખભા પર સારી રીતે લટકી શકે તેવી હોવી જોઈએ. જેથી બાળક તેને સરળતાથી ઉંચકી શકે. સ્કૂલમાં મિડ ડે મીલ આપવાનું રહેશે જેથી તેમને લંચ ન લાવવું પડે. 
પાણી માટે શાળાએ કરવાની રહેશે વ્યવસ્થા
વોટર બોટલને બદલે સ્કૂલમાં સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવાની રહેશે. ટાઈમ ટેબલના આધારે નો બેગનો સમય નક્કી કરાશે. જેથી બાળક તે આધારે બુક્સ લાવે. 
વર્ષ 2020 માં આ રીતે નક્કી કરાયું બાળકોની બેગનું વજન

  • પહેલા અને બીજા ધોરણમાં બાળકો માટે ફક્ત એક જ નોટબુક હશે. 
  • પ્રી પ્રાઈમરી માટે કોઈ બેગ નહીં.
  • 1 અને 2 ધોરણ માટે 1.6થી 2.2 કિલો વજન.
  • 3થી 5 ધોરણ માટે 1.7થી 2.5 કિલો વજન.
  • 6 અને 7 ધોરણ માટે 2થી 3 કિલો વજન.
  • 8થી 10 ધોરણ માટે 2.5થી 4.5 કિલો વજન.
  • 11 અને 12 ધોરણ માટે 3.5થી 5 કિલો વજન.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ