ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Recruitment without exam in railways for 10 pass people

રોજગારી / 10 પાસ લોકો માટે રેલવેમાં વગર પરીક્ષાએ બમ્પર ભરતી, જાણો કઈ રીતે કરશો અપ્લાય

Last Updated: 12:56 PM, 6 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે 10 પાસ છો અને સરકારી નોકરી મેળવવી તમારુ સ્વપ્ન છે તો સરકાર તમારા માટે એક સુવર્ણ તક લઇને આવી છે.

ADVERTISEMENT

  • વગર પરીક્ષાએ મેળવો સરકારી નોકરી 
  • સેન્ટ્રલ રેલવેમાં નોકરીની સુવર્ણ તક 
  • 10 પાસ લોકો માટે નોકરીની તક 

રેલવેમાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે સેન્ટ્રલ રેલ્વે ટ્રેડ અપ્રેન્ટાઇસ પદ પર 2532 જગ્યા લઇને આવી છે. રેલ્વે રિક્રુટમેન્ટ હેઠળ આ ભરતી કરવામાં આવશે. 

રેલ્વે દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફીકેશનના હિસાબે 6 ફ્બ્રુઆરીથી તમે અપ્લાય કરી શકશો. જેના માટે તમારે રેલ્વેની અધિકારીક વૅબસાઇટ www.rrccr.com પર જવું પડશે અને આવેદન કરવું પડશે. 

શૈક્ષણિક યોગ્યતા 
આ ભરતીમાં અપ્લાય કરવા માટે ઉમેદવારે કોઇ પણ બોર્ડથી 10મુ ધોરણ પાસ કરેલુ હોવું જોઇએ. સાથે જ સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ સર્ટીફિકેટ પણ હોવું જરુરી છે. 

વય મર્યાદા 
આ પદ પર અપ્લાય કરવા માટેની ઓછામા ઓછી ઉંમર 15 વર્ષ અને મેક્સિમમ ઉંમર 24 વર્ષની છે. ઉંમરની ગણતરી 1.1.2021ના આધાર પર કરવામાં આવશે. 

અપ્લાય કરવાની તારીખ
સેન્ટ્રલ રેલ્વેની આ ભરતીમાં અપ્લાય કરવા માટે 6 ફેબ્રુઆરી 2021થી 5 માર્ચ 2021 સુધી તમે અરજી કરી શકો છો. 

ફીઝ 
આ પદ પર અપ્લાય કરવા માટે ઉમેદવારોએ 100 રૂપિયા ફીઝ આપવી પડશે. મહત્વનું છે કે ઓનલાઇન અપ્લાય કરવા માટેની છેલ્લી તારીખ 5 માર્ચ 2021 છે. 

સિલેક્શન પક્રિયા 
રેલ્વેની આ ભરતી માટે ઉમેદવારોને કોઇ પણ પ્રકારની લેખિત પરિક્ષા આપવાની જરૂર નહી રહે અને કોઇ પણ પ્રકારનું ઇન્ટરવ્યૂ પણ આપવાની જરૂર નથી. 10મા ધોરણના માર્ક્સ પર મેરિટ જાહેર થશે અને તેના અનુસાર ભરતી કરવામાં આવશે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

government jobs railway job ઇન્ડિયન રેલવે સરકારી નોકરી Job
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ