બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Recruitment for the post of Specialist Officer in SBI, know all information including application date

રોજગાર / યુવાનો જલ્દી કરો! SBIમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે ભરતી,જાણો અરજી કરવાની તારીખ સહીત તમામ માહિતી

Priyakant

Last Updated: 01:32 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBIની સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે પાત્રતા અને રસ ધરાવતા ઉમેદવારો bank.sbi/careers પર જઈને અરજી કરી શકે છે

  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી પડી 
  • SBIએ 30 વિશેષજ્ઞ અધિકારીની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી
  • આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર નક્કી કરાઇ 

દેશમાં જે ઉમેદવારો બેંકમાં નોકરી શોધી રહ્યા છે તેમની પાસે અરજી કરવાની મોટી તક છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ આમંત્રિત કરી છે. પાત્રતા અને રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ bank.sbi/careers પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 30 વિશેષજ્ઞ અધિકારીની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેમાં મેનેજરથી લઈને આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક પોસ્ટનો સમાવેશ થાય છે. વધુ વિગતો માટે, ઉમેદવારો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને સત્તાવાર સૂચના ચકાસી શકે છે. મહત્વનું છે કે, અલગ-અલગ જગ્યાઓ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. જેની જાણકારી તમને નોટિફિકેશનમાં મળશે.

અરજી સંબંધિત તમામ વિગતો માટે અહીં ક્લિક કરો 

SBI SO ભરતીમાં વય મર્યાદા કેટલી ? 

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોની વય મર્યાદા 32 થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે જુદી જુદી જગ્યાઓ માટે અરજી કરવા માટે જુદી જુદી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

SBI SO ભરતીમાં અરજી ફી કેટલી ? 

સામાન્ય / OBC / EWS ઉમેદવારોએ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે રૂ. 750 ની અરજી ફી ચૂકવવી પડશે. જેમાં, SC/ST/PWD ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

SBI SO ભરતીમાં ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે? 

ઉમેદવારોએ પસંદગી માટે બે તબક્કામાંથી પસાર થવું પડશે. સૌપ્રથમ ઉમેદવારોએ પરીક્ષામાં હાજર રહેવાનું રહેશે, ત્યારબાદ પસંદગી પામેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ