બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 5 મહિના બાદ દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, 12 ઓગસ્ટે ધ્રુવરાજસિંહ પર ગીરમાં હુમલો

સમાધાન / 5 મહિના બાદ દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, 12 ઓગસ્ટે ધ્રુવરાજસિંહ પર ગીરમાં હુમલો

Published By: Mit Soni

Last Updated: 04:52 PM, 28 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ આમ તો વિવાદોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન થયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો હતો. અમદાવાદમાં સનાથલના ધ્રુવરાજસિંહ પર 12 ઓગસ્ટે થયો હતો હુમલો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા થઈ હતી તકરાર.

ડાયરા કલાકાર દેવાયત ખવડ અને વિવાદોનો સંબંધ જૂનો છે. દેવાયત ખવડ સતત વિરોધોમાં ઘેરાયેલા રહે છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 5 મહિના બાદ ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન થયુ હોવાની માહિતી મળી રહી છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો હતો. અમદાવાદમાં સનાથલના ધ્રુવરાજસિંહ પર 12 ઓગસ્ટે થયો હતો હુમલો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. અંતે બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિવાદનો અંત લાવ્યો હતો.

vtv app promotion

શું હતો સમગ્ર મામલો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામમાં તેમની ફોર્ચ્યુનર કારે કિયા કારને ટક્કર મારી, જેના કારણે અમદાવાદના એક યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ ઘાયલ થયા છે. આ ઘટના પાછળ છ મહિના પહેલા થયેલી જૂની માથાકૂટ હતી. આ અકસ્માત બાદ દેવાયત ખવડ અને તેમના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું હતું, અમદાવાદના સનાથલ ખાતે 20 ફેબ્રુઆરીએ એક ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ ગેરહાજર રહ્યા હતા, જેના કારણે તેમની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિત અન્ય 4 લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ, હુમલો કરનારા આરોપીઓમાંથી એક ભગવતસિંહે દેવાયત ખવડ વિરુદ્ધ ₹8 લાખની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી.

વધુ વાંચો: બંકરમાં છુપાવાનો વારો આવી ગયો હતો' ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારીનો મોટો ખુલાસો

આ મામલે પોલીસે કાર્યવાહી પણ કરી હતી

ધ્રુવરાજસિંહ ચૌહાણ અને તેમના ત્રણ મિત્રો ચિત્રાવડ ગામે ક્રિષ્ના હોટલમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. આ સ્ટેટસના આધારે દેવાયત ખવડ અને તેમના માણસોએ રેકી કરી અને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું મનાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devayat Khavad accident Talala Fortuner crash Dayra artist controversy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ