બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બંકરમાં છુપાવાનો વારો આવી ગયો હતો' ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારીનો મોટો ખુલાસો

નેશનલ / બંકરમાં છુપાવાનો વારો આવી ગયો હતો' ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારીનો મોટો ખુલાસો

Nirav Kumar

Last Updated: 04:26 PM, 28 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સ્વીકાર્યું છે કે, ઓપરેશન સિંદૂર વખતે તેમના શીર્ષ નેતૃત્વમાં ભયનું વાતાવરણ હતું. આથી તેમને બંકરમાં છુપાવવા પણ કહેવાયું હતું.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કબૂલ કબુલ કર્યું છે કે, ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનના શીર્ષ નેતૃત્વમાં ભયનું વાતાવરણ હતું. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર શરુ કર્યું હતું.  પહેલગામ અટેકમાં 26 નિર્દોષ નાગરિકો મર્યા હતા. જવાબમાં ભારતે મે મહિનાની શરૂઆતમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. જેમાં અનેક આતંકવાદી અને સૈન્ય ઠેકાણે સ્ટ્રાઇક કરાઈ હતી.

જેથી હવે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ સમગ્ર ઘટના પર કબૂલ કર્યું છે કે, ભારતીય કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનના શીર્ષ નેતૃત્વમાં ભયનું વાતાવરણ હતું. તેમણે કહ્યું કે, ભારતીય હુમલા દરમિયાન તેમના લશ્કરી સચિવે તેમને સુરક્ષા માટે બંકરમાં જવાની સલાહ આપી હતી.

ઝરદારીએ એક કાર્યક્રમમાં બોલતી વખતે કહ્યું કે, "મારા લશ્કરી સચિવ મારી પાસે આવ્યા અને કહ્યું કે યુદ્ધ શરૂ થઈ ગયું છે. તમારે બંકરમાં જવું જોઈએ. પરંતુ મેં ના પાડી." તેમના આ નિવેદનથી સ્પષ્ટ થયું કે ભારતનો હુમલો એટલો ગંભીર હતો કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિને પણ સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવી હતી.

ભારતે 7 મેના રોજ વહેલી સવારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ કાર્યવાહીના ભાગ રૂપ  ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર અટેક કર્યા હતા. જ્યારે પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતીય સેનાએ પાકિસ્તાની લશ્કરી ઠેકાણે પણ નિશાન કર્યા હતા. પાકિસ્તાને આ દરમિયાન ભારતના ફાયટર જેટ પાડી દીધા હોવાનો પણ દાવો કર્યો હતો. 

vtv app promotion

ઓપરેશન સિંદૂર વખતે યુદ્ધ એવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી. ત્યાર બાદ બંને દેશોએ યુદ્ધવિરામ જાહેર કર્યું હતું. જેમાં પાકિસ્તાનના DGMOએ ભારતના DGMOનો સંપર્ક કર્યો અને યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો જેને ભારતે સ્વીકાર્યો હતો. અને બંને દેશો જમીન, હવા અને સમુદ્ર પર તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા હતા.

વધુ વાંચો : હજુ પણ પાકિસ્તાનના મનમાં ઓપરેશન સિંદૂરનો ખૌફ, સરહદે કર્યું ચોંકાવનારુ કામ

પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઓપરેશન સિંદૂરથી માત્ર આતંકવાદી નેટવર્ક જ નહીં તેમનું સરકારી તંત્ર પણ બોખલાઈ ગયું હતું. આથી જ તેમને બંકરમાં છુપાવવા ભલામણ કરાઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistan President Asif Ali Zardari Operation Sindoor
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ