ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / હજુ પણ પાકિસ્તાનના મનમાં ઓપરેશન સિંદૂરનો ખૌફ, સરહદે કર્યું ચોંકાવનારુ કામ

LOC / હજુ પણ પાકિસ્તાનના મનમાં ઓપરેશન સિંદૂરનો ખૌફ, સરહદે કર્યું ચોંકાવનારુ કામ

Published By: Nirav Kumar

Last Updated: 04:41 PM, 26 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓપરેશન સિંદૂરના ખૌફ બાદ હવે પાકિસ્તાને LOC પર એન્ટી-ડ્રોન સિસ્ટમ્સની તૈનાતી વધારી દીધી છે. પાકિસ્તાને 30 ડેડીકેટેડ એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ લગાવી છે. તેમના હવાઈ ક્ષેત્રને બેહતર બનાવવા આ તૈનાતી કરાઈ છે.

ADVERTISEMENT

ઓપરેશન સિંદૂર વખતે ભારતે પાકિસ્તાન સામે અનેક હવાઈ એટેક કર્યા હતા. જેમાં પાકિસ્તાનને ખુબ નુકશાન થયું હતુ. પાકિસ્તાનને તે એટેક હજુ પણ યાદ છે એટલે તેને LOC પર એન્ટી-ડ્રોન સિસ્ટમ્સની તૈનાતી વધારી દીધી છે. જેનાથી ભારત કોઈ દિવસ અટેક કરે તો તેને વિચાર કરવાનો સમય મળે. ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનના ચાઈનીઝ એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ બિનઅસરકારક રહી હતી. જેમાં ભારતે જ્યાં ઇચ્છે ત્યાં એટેક કર્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને LOC પાસે POKના આગળના વિસ્તારોમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ તૈનાત કરી છે. પાકિસ્તાને રાવલકોટ, કોટલી અને ભીમ્બર સેક્ટરમાં નવા કાઉન્ટર-અનમેનન્ડ એરિયલ સિસ્ટમ્સ (સી-યુએએસ) તૈનાત કરી છે. પાકિસ્તાને 30 ડેડીકેટેડ એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ લગાવી છે. તેનાથી પાકિસ્તાન પોતાના હવાઈ ક્ષેત્રને બેહતર કરવા માંગે છે.

LOC પાસે પાકિસ્તાને ઇલેક્ટ્રોનિક અને કાઇનેટિક કાઉન્ટર-યુએએસ સિસ્ટમ્સનું મિક્સ લગાવ્યું છે. તે દસ કિલોમીટરની રેન્જમાં નાના કે મોટા ડ્રોનને શોધી શકે છે. પરંતુ યુદ્ધ સમયે આ સિસ્ટમ્સ કેટલી કામમાં આવે છે તે જોવાનું રહેશે. આ સિવાય પાકિસ્તાન સફારાહ એન્ટી-યુએવી જામિંગ ગનનો પણ ઉપયોગ કરે છે જે સોલ્ડર પર રાખીને ચલાવવામાં આવે છે અને દોઢ કિલોમીટરની રેન્જ સુધીમાં ડ્રોનને તોડી શકે છે.

vtv app promotion

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ માસમાં પાકિસ્તાન તરફથી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો જેમાં અનેક પ્રવાસીઓના જીવ ગયા હતા. બાદમાં ભારતે મે મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. જેમાં POKથી પાકિસ્તાન સુધી લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને અનેક આતંકવાદીઓ માર્યા હતા.

વધુ વાંચો : હિંસાની વચ્ચે બાંગ્લાદેશમાં સર્જાઈ કોન્ડોમની તંગી, તેમાં થઈ ગયો ગજબ

ત્યાર બાદ પાકિસ્તાને વળતો જવાબ પણ આપ્યો હતો. તેને જમ્મુ અને કાશ્મીરથી ગુજરાત સુધીના સરહદી વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ કરીને નિષ્ફળ અટેકના પ્રયાસો કર્યા હતા. ત્યાર બાદ ભારતે અનેક પાકિસ્તાનના એરબેઝને તબાહ કર્યા હતા. પછી બંને દેશોએ યુદ્ધવિરામ જાહેર કર્યું હતું. પરંતુ ભારતે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LOC Anti Drone Systems Pakistan

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ