બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:22 PM, 26 December 2025
શેખ હસીનાની સરકારના પતન સાથે જ બાંગ્લાદેશ અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. દરરોજ અહીંયા ઉપદ્રવ જોવા મળે છે. આ બધાની વચ્ચે એક ગંભીર સંકટ આવી ગયું છે. બાંગ્લાદેશ આજકાલ કોન્ડોમની તંગીનો સામનો કરી રહ્યું છે. આ જ કારણ જન્મદરમાં છેલ્લા 50 વર્ષોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. બાંગ્લાદેશનું આ સંકટ ફંડનો ઘટાડા અને માનવ સંસાધનની તીવ્ર અછતને કારણે સર્જાઈ છે. પરિણામે છેલ્લા કેટલાક વર્ષોમાં ગર્ભનિરોધકનો પુરવઠો સતત ઘટી રહ્યો છે જેની સીધી અસર દેશની વસ્તી વૃદ્ધિ પર પડી રહી છે.
ADVERTISEMENT
પરિવાર નિયોજન મહાનિર્દેશાલય પાસે ફક્ત 39 દિવસ માટે જ કોન્ડોમનો સ્ટોક છે. જેથી હવે આવતા વર્ષની શરૂઆતમાં ઓછામાં ઓછા એક મહિના માટે કોન્ડોમનું વિતરણ કરવામાં આવશે નહીં. જેનાથી પરિવાર નિયોજન સેવાઓ પર ગંભીર અસર થવાની શક્યતા છે.

ADVERTISEMENT
આ કટોકટી એવા સમયે આવી છે જ્યારે દેશનો કુલ પ્રજનન દર 50 વર્ષમાં પહેલી વાર વધ્યો છે. એક સર્વે પ્રમાણે, પ્રજનન દર 2024 માં 2.3 થી વધીને 2.4 થઈ ગયો છે.નિષ્ણાતો અને સરકારી અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો ગર્ભનિરોધકની અછત ચાલુ રહેશે તો પ્રજનન દર વધી શકે છે.
ADVERTISEMENT
સર્વે મુજબ 15 થી 49 વર્ષની પરિણીત મહિલાઓમાં ગર્ભનિરોધકનો ઉપયોગ 2019 માં 62.7% થી ઘટીને 58.2% થયો છે. આધુનિક ગર્ભનિરોધકની પહોંચ પણ 77.4% થી ઘટીને 73.5% થઈ ગઈ છે. આ આંકડા ગર્ભનિરોધકની ઉપલબ્ધતા અને પ્રજનન દર વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ટ્રમ્પે હવે બીજા દેશમાં હુમલાનો આદેશ આપ્યો, યુએસ સેનાએ ISIS પર હવાઈ હુમલો કર્યો
ADVERTISEMENT
કોવિડ પછી બાંગ્લાદેશમાં ગર્ભનિરોધકની સ્થિતિ ખરાબ બની ગઈ છે. કોવિડના સમયમાં લોકોમાં ગર્ભ રોકવાના સાધનોની જરૂર વધી હતી, પરંતુ સરકારે તેને ખાસ મહત્વ આપ્યું નહીં અને 2023માં તો લગભગ એક વર્ષ સુધી તેની ખરીદી પણ બંધ રાખી. જેના કારણે કોન્ડોમ અને બીજી વસ્તુઓની ભારે અછત થઈ ગઈ. પહેલા જ્યાં પૂરતો જથ્થો મળતો હતો ત્યાં હવે અડધો પણ નથી મળતો. નિષ્ણાતો કહે છે કે સાધનો અને સ્ટાફની અછતને કારણે પરિવાર નિયોજનનું કામ અટકી ગયું છે અને હવે ઘણા ગામડાંમાં લોકો ફરી બે કરતાં વધુ બાળકો ઈચ્છવા લાગ્યા છે જે ભવિષ્ય માટે ચિંતા જનક છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.