બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પે હવે બીજા દેશમાં હુમલાનો આદેશ આપ્યો, યુએસ સેનાએ ISIS પર હવાઈ હુમલો કર્યો

વર્લ્ડ / ટ્રમ્પે હવે બીજા દેશમાં હુમલાનો આદેશ આપ્યો, યુએસ સેનાએ ISIS પર હવાઈ હુમલો કર્યો

Vishal Khamar

Last Updated: 08:10 AM, 26 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાઈજીરિયાએ વર્ષોથી isis સાથે સંકળાયેલા જૂથો અને બોકો હરામ તરફથી ઉગ્રવાદી હિંસાનો સામનો કર્યો છે. જે લોકો દ્વારા ઘણી વખત દેશના ઉત્તરમાં નાગરિકો અને ધાર્મક સમુદાયોને નિશાન બનાવવામાં આવે છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે કહ્યું કે અમેરિકન સૈન્યએ નાઈજીરીયામાં ISIS આતંકવાદીઓના મથકો પર હવાઈ હુમલો કર્યો છે. અને આ જૂથ ખ્રિસ્તીઓને નિશાન બનાવવામાં આવે છે તેમજ તેમની હત્યા કરવામાં આવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે.

વધુમાં તેમણે લખ્યું કે આજે રાતે કમાન્ડર ઈન ચીફ તરીકે મારા નિર્દેશ પર સંયુક્ત રાજ્ય અમેરિકાને ઉત્તર-પશ્ચિમ નાઈજીરિયામાં ISIS આતંકવાદીઓ વિરૂદ્ધ એક શક્તિશાળી હુમલો કર્યો છે.

ટ્રમ્પે દાવો કર્યો છે કે આતંકવાદી મુખ્યત્વે ખ્રિસ્તી લોકોને જ નિશાન બનાવતા હતા. અને તેમને મારી રહ્યા હતા. હિંસા ખૂબ જ વધી જવા પામી હતી. કેટલાક વર્ષો સુધી અહીંયા આવી કોઈ હિંસા જોવામાં આવી નથી.

ટ્રમ્પે લખ્યું કે મે પહેલા આ આતંકવાદીઓને ચેતવણી આપી હતી કે તમે ખ્રિસ્તીઓની હત્યા બંધ નહી કરો તો તેનો અંજામ તમારે ભોગવવો પડશે. આજે રાતે એવું જ થયું.

રાષ્ટ્રપતિએ ક્રિસમસ પર તેમનું નિવેદન આપ્યું

નાઈજિરિયાના રાષ્ટ્રપતિ બોલા ટિનુબૂને ક્રિસમસના દિવસે સોશિયલ મીડિયા પર એક નિવેદ આપતા જણાવ્યું હતું કે, ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા કરવાનો વાયદો કર્યો છે. ટિનુબૂને તેના નિવેદન સાથે આપેલ પત્રમાં જણાવ્યું હતું કે, તમારા રાષ્ટ્રપતિ હોવાના કારણે હું નાઈજિરીયામાં ધાર્મિક સ્વતંત્રતાને સ્થાપિત કરવા અને અલગ અલગ ધર્મોના લોકોને હિંસાથી બચાવવા માટે કટિબદ્ધ છું.

આ પણ વાંચોઃ ભગવાન વિષ્ણુની મૂર્તિ કેમ તોડી પાડી? થાઈલેન્ડે કરી દીધો ખુલાસો, ભારત લાલચોળ

તેમણે લખ્યું કે, 2023 માં પદ સંભાળ્યા બાદ મે નાઈજિરીયાના લોકોને દેશની સુરક્ષા, એકતા અને સ્થિરતાની રક્ષા માટે અમારી અતૂટ પ્રતિબદ્ધતાનું આશ્વાસન આપું છું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Northwest Nigeria Attack, World news Donald Trump Nigeria Strikes
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ