બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ઓટો ડેબિટ નિયમઃ ગ્રાહકોને પોતાના પૈસા પર મળશે વધુ નિયંત્રણ, RBI લાગુ કરી નવી ગાઇડલાઇન
Last Updated: 01:30 PM, 22 April 2026
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મંગળવારથી ઈ-મેન્ડેટ સંબંધિત નવી ગાઇડલાઇન લાગુ કરી છે. નવા નિયમો હેઠળ, સંબંધિત બેંકો અથવા કાર્ડ જારી કરતી નાણાકીય સંસ્થાઓએ ગ્રાહકને તેમના ખાતામાંથી ભંડોળ ડેબિટ કરવાના 24 કલાક પહેલા (ઓટો-ડેબિટ) ચેતવણી મોકલવી આવશ્યક છે. આ નિયમો ઓટો પેમેન્ટ જેમ કે OTT સબ્સ્ક્રિપ્શન્સ, વીમા પ્રિમીયમ, બિલ ચુકવણીઓ, SIP અને EMI પર લાગુ થશે, જે કાર્ડ યુપીઆઇ કે પ્રીપેડ માધ્યમોથી કરવામાં આવે છે.
ADVERTISEMENT
હકીકતમાં RBI એ ડિજિટલ પેમેન્ટ્સ-ઈ-મેન્ડેટ ફ્રેમવર્ક, 2026 જારી કર્યું છે, જેથી ઓટો-ડેબિટને સરળ અને વધુ સુરક્ષિત બનાવી શકાય. આ નવા નિયમો હેઠળ, ગ્રાહકો કોઈપણ સમયે તેમના ઈ-મેન્ડેટમાં ફેરફાર અથવા સંપૂર્ણપણે રદ કરી શકે છે. આનાથી તેમને તેમના ખાતામાંથી કાપવામાં આવતા ભંડોળ પર વધુ નિયંત્રણ મળશે. જો તમે ઓટો-ડેબિટ સક્રિય કર્યું છે અને હવે તેને બંધ કરવા માંગો છો, તો તમે ઈ-મેન્ડેટને રદ અથવા સુધારી શકો છો.
જોકે, ગ્રાહકોએ ઓટો-ડેબિટ સુવિધા એક્ટિવ કરતા પહેલા એકવાર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. ઉપરાંત જો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સમાપ્ત થઈ જાય, તો સબ્સ્ક્રિપ્શન સેવાઓ માટે વારંવાર બેંકની મુલાકાત લેવાની કે એપ્લિકેશનો અપડેટ કરવાની જરૂર રહેશે નહીં. બેંકો જૂના કાર્ડ સાથે સંકળાયેલા તમામ પેમેન્ટ આદેશોને નવા કાર્ડમાં ટ્રાન્સફર કરશે.
ADVERTISEMENT

સંપૂર્ણ વિગતો આપવી પડશે
ADVERTISEMENT
ઓટો-ડેબિટના 24 કલાક પહેલા ગ્રાહકોને મોકલવામાં આવતી એલર્ટમાં, બેંકો અથવા નાણાકીય સંસ્થાઓએ લાભાર્થી કંપનીનો ઉલ્લેખ કરવો જરુરી છે રેફરન્સ નંબર શું છે, જેથી કોઈપણ સ્થિતિમાં ગ્રાહક તાત્કાલિક કાર્યવાહી કરી શકે. જો ગ્રાહક ઇચ્છે, તો તેઓ આ વિન્ડો દરમિયાન ચુકવણી બંધ કરવાનું પણ પસંદ કરી શકે છે. જો કે, FASTag ઓટો-રિચાર્જ સંબંધિત કેસોમાં આ પૂર્વ સૂચના જરુરી નહીં પડે.
આજે પણ વાંચોઃ 8માં પગારપંચને લઇ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ, સેલરીમાં થશે મસમોટો વધારો!
ADVERTISEMENT
કોઇ વધારે પૈસા નથી
RBI એ સ્પષ્ટ કહ્યું છે કે, ઈ-મેન્ડેટ સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. આ સાથે કોઈપણ વિવાદ અથવા ખોટા લેણદેણની સ્થિતિમાં ફરિયાદો નોંધાવવા અને ઉકેલ મેળવવા માટે યોગ્ય પદ્ધતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નવા નિયમો હેઠળ, વીમા પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડ રોકાણો અને ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી સાથે સંકળાયેલા 1 લાખ સુધીના વ્યક્તિગત વ્યવહારો માટે હવે OTP ની જરૂર નહીં રહે. સામાન્ય ઇ-મેન્ડેટ માટે આ મર્યાદા 15,000 રુપિયા નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.