બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 8માં પગારપંચને લઇ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ, સેલરીમાં થશે મસમોટો વધારો!

8th Pay Commission / 8માં પગારપંચને લઇ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ, સેલરીમાં થશે મસમોટો વધારો!

Priykant Shrimali

Last Updated: 03:11 PM, 21 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8th Pay Commission : National Council-Joint Consultative Machinery દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં 3.83 જેટલો ફિટમેન્ટ ફેક્ટર સૂચવવામાં આવ્યો છે. આ મુજબ હાલના પગારના પ્રમાણમાં મોટા પ્રમાણમાં વધારો શક્ય બની શકે

8th Pay Commission : 8માં પગારપંચને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આવનારા સમયગાળામાં મહત્વપૂર્ણ ફેરફાર થઈ શકે છે, કારણ કે 8મું પગાર પંચને લઈને ચર્ચાઓ ઝડપથી આગળ વધી રહી છે. વધતી મોંઘવારી અને રોજિંદા ખર્ચને ધ્યાનમાં રાખીને કર્મચારી સંગઠનો દ્વારા મૂળ પગારમાં નોંધપાત્ર વધારો કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. હાલમાં ₹18,000ના લઘુત્તમ પગારને વધારીને લગભગ ₹69,000 સુધી લઈ જવાનો પ્રસ્તાવ ચર્ચામાં છે, જે મોટા ફેરફાર તરીકે જોવામાં આવે છે.

આ માંગનો આધાર “ફિટમેન્ટ ફેક્ટર” પર છે, જે પગાર વધારાની ગણતરીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. National Council-Joint Consultative Machinery દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં 3.83 જેટલો ફિટમેન્ટ ફેક્ટર સૂચવવામાં આવ્યો છે. આ મુજબ હાલના પગારના પ્રમાણમાં મોટા પ્રમાણમાં વધારો શક્ય બની શકે છે. કર્મચારી સંગઠનોનું માનવું છે કે, વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં આવો વધારો જરૂરી બની ગયો છે.

મહત્વનું છે કે, નવા પ્રસ્તાવમાં જીવનશૈલી અને ખર્ચના માપદંડોમાં પણ ફેરફાર સૂચવાયો છે. Indian Council of Medical Research દ્વારા નક્કી કરાયેલા નવા 3,490 કેલરીના આહાર ધોરણને ધ્યાનમાં રાખીને ખર્ચનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ઉપરાંત પરિવારના કદને ત્રણથી વધારીને પાંચ માનવામાં આવ્યું છે, જેના કારણે ઘરખર્ચમાં વધારો સ્વાભાવિક છે. વિવિધ મહાનગરોમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવને આધારે આ ગણતરી તૈયાર કરવામાં આવી છે. પરંતુ સરકાર આ પ્રસ્તાવને પૂર્ણ સ્વરૂપે સ્વીકારશે કે નહીં તે હજી સ્પષ્ટ નથી.

આ પણ વાંચો : તમાકુ છોડતા જ અમીર બની જશે ભારતનો 10 % પરિવાર, રિસર્ચે ચોંકાવી દીધા

7મું પગાર પંચ દરમિયાન પણ કર્મચારી સંગઠનોની માંગ અને સરકારના નિર્ણય વચ્ચે તફાવત જોવા મળ્યો હતો. તે સમયગાળામાં સૂચવાયેલા ફિટમેન્ટ ફેક્ટર કરતાં ઓછું પ્રમાણ સરકારે મંજૂર કર્યું હતું. આથી, આ વખતે પણ ચર્ચા અને વાટાઘાટો પછી અંતિમ આંકડો નક્કી થવાની શક્યતા છે. સમયરેખાની વાત કરીએ તો, 8મા પગાર પંચની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેનો અહેવાલ 2027 સુધીમાં રજૂ થવાની સંભાવના છે. ત્યારબાદ સરકાર દ્વારા તેના અમલીકરણમાં થોડો સમય લાગી શકે છે. જો તમામ પ્રક્રિયા સમયસર આગળ વધશે, તો 2027ના અંતિમ ભાગથી કર્મચારીઓને નવા પગારનો લાભ મળવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

central government salary hike fitment factor 3.83 8th Pay Commission India
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ