ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 10,000થી વધુ ટ્રાન્ઝેક્શન પર RBIનો નવો નિયમ, ફ્રોડ રોકવા 1 કલાકનો સમય

બિઝનેસ / 10,000થી વધુ ટ્રાન્ઝેક્શન પર RBIનો નવો નિયમ, ફ્રોડ રોકવા 1 કલાકનો સમય

Published By: Jinal Chauhan

Last Updated: 02:37 PM, 10 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

10,000 રૂપિયા કરતાં વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હવે પહેલા જેટલા સરળ નહીં રહે. Reserve Bank of Indiaનો નવો પ્રસ્તાવ યુઝર્સને ફ્રોડથી બચાવવા માટે મહત્વનો સાબિત થઈ શકે છે.

ADVERTISEMENT

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 10,000 રૂપિયાથી વધુના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ફ્રોડ અટકાવવા માટે નવો પ્રસ્તાવ મૂક્યો છે. જેનાથી યુઝર્સને વિચારવાનો સમય મળી શકે. 10,000 રૂપિયા કરતાં વધુની ઓનલાઈન પેમેન્ટ કરશો તો તે તરત નહીં થઈ જાય. તેમાં 1 કલાકનો સમય મળશે. આ દરમિયાન તમે ઇચ્છો તો ટ્રાન્ઝેક્શન રદ પણ કરી શકશો.

ઓનલાઇન ઠગાઈ રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કડક પગલાં લઈ રહી છે. RBIએ 10,000 રૂપિયા કરતાં વધુના ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે નવા નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ખાસ કરીને ઓથોરાઈઝ્ડ પુશ પેમેનેટ જેવી છેતરપિંડી રોકવા માટે છે જેમાં લોકો પોતે જ ઠગબાજોને પૈસા મોકલી દે છે. આ ફેરફાર થવાથી સામાન્ય લોકોનું પેમેન્ટ વધુ સુરક્ષિત બનશે.

Online Payment

જો તમે 10,000 રૂપિયા કરતાં વધુની રકમ કોઈ નવા વ્યક્તિ કે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો તો તે પૈસા તરત જ મોકલાશે નહીં. તેમાં 1 કલાકનો સમય રાખવામાં આવશે. આ દરમિયાન તમે ઇચ્છો તો ટ્રાન્ઝેક્શન રદ (cancel) કરી શકો છો. એટલે કે જો તમને શંકા થાય કે ભૂલ થઈ છે કે ઠગાઈ થઈ રહી છે તો તમે સમયસર પૈસા જવાથી રોકી શકશો.

vtv app promotion

આ પણ વાંચોઃ જૂની નોકરીનો ફસાયો છે PF? આ રીતે ક્લેમ કર્યા વગર આવી જશે ખાતામાં પૈસા

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા મુજબ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલના આંકડા બતાવે છે કે 10,000 રૂપિયા કરતાં વધુના ટ્રાન્ઝેક્શનમાં સૌથી વધુ ઠગાઈ થાય છે. આવા ટ્રાન્ઝેક્શન કુલ કેસોમાં લગભગ 45% છે પરંતુ પૈસાની દૃષ્ટિએ લગભગ 98.5% નુકસાન તેમાં જ થાય છે. તેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો કોઈ ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ લાગે તો બેંક ગ્રાહક પાસે ફરીથી કન્ફોર્મેશન માંગશે અને તેને ઠગાઈ અંગે એલર્ટ પણ આપશે જેથી ફ્રોડના કેસ ઓછા થઈ શકે.

મર્ચન્ટ પેમેન્ટ પર નહીં લાગૂ, વ્હાઈટલિસ્ટથી મળશે રાહત

આ નિયમ મર્ચન્ટ પેમેન્ટ (જેમ કે UPIથી ખરીદી), ઈ-મેન્ડેટ અને ચેક પેમેન્ટ પર લાગુ નહીં પડે. ગ્રાહકોની સુવિધા માટે “વ્હાઇટલિસ્ટ”નો વિકલ્પ પણ મળશે જેમાં તેઓ વિશ્વાસપાત્ર લોકો કે એકાઉન્ટને પહેલેથી મંજૂરી આપી શકે છે અને પછી ટ્રાન્ઝેક્શન વખતે કોઈ વિલંબ નહીં થાય. RBI લોકોના પૈસા સુરક્ષિત રહે તે માટે આ મહત્વનું પગલું લઈ રહી છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

transaction delay digital payment security RBI new rule

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ