ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જૂની નોકરીનો ફસાયો છે PF? આ રીતે ક્લેમ કર્યા વગર આવી જશે ખાતામાં પૈસા

કામની વાત / જૂની નોકરીનો ફસાયો છે PF? આ રીતે ક્લેમ કર્યા વગર આવી જશે ખાતામાં પૈસા

Published By: Nirav Kumar

Last Updated: 10:39 PM, 9 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFOમાં નોકરી કરતા લોકોના પગારમાથી પૈસા જમા થાય છે. આ પૈસા ગમે ત્યારે જરુર પડે ઉપાડી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે, દેશભરમાં હજારો કરોડ રૂપિયા ક્લેમ વગરના પડેલા છે?

ADVERTISEMENT

નોકરી કરતા લોકો માટે તેમના પગારમાંથી માસિક કપાત એ ભવિષ્ય માટે તેમની સૌથી મોટી ફાયનાન્શિયલ સિક્યોરીટી હોય છે. પરંતુ દેશભરમાં હજારો કરોડ રૂપિયા ક્લેમ વગરના પડેલા છે તેને હજુ સુધી કોઈ ક્લેમ કરનારું નથી મળ્યું. લોકો ઘણીવાર નોકરીઓ બદલી નાખે છે પરંતુ તેમના જૂના ફંડને ટ્રાન્સફર કરવાનું ભૂલી જાય છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ હવે આ મોટી સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. એક નવા પાયલોટ પ્રોજેક્ટ દ્વારા આવા નિષ્ક્રિય એકાઉન્ટમાંથી ફંડ હવે કોઈપણ લાંબા ક્લેમની પ્રોસેસ વગર સીધા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

  • શું છે EPFO ની નવી ઓટો-ટ્રાન્સફર યોજના?

હાલમાં કર્મચારીઓને PF ફંડ ઉપાડવા કે ટ્રાન્સફર કરવા માટે અસંખ્ય ફોર્મ ભરવા પડે છે. પણ આ નવી પહેલમાં સમગ્ર પ્રોસેસ ઓટોમેટીક થઈ રહી છે. શરૂઆતના તબક્કામાં આશરે 8.1 લાખ આવા ખાતાઓ ઓળખવામાં આવ્યા છે જેમાં 5200 કરોડ રૂપિયાની મોટી રકમ છે. વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સબ્સ્ક્રાઇબર્સને ઓફિસોમાં દોડાદોડ ન કરવી પડે અને તેમના ફંડ તેમના આધાર-લિંક્ડ બેંક ખાતાઓમાં સુરક્ષિત રીતે ટ્રાન્સફર થાય.

vtv app promotion
  • કેમ પૈસા રહે છે ક્લેમ વગરના?

કોર્પોરેટ વર્લ્ડમાં નોકરી બદલવાની પ્રક્રિયા સામાન્ય છે. લોકો ઘણીવાર સારા પગાર અને કરિયરના ગ્રોથ માટે એક કંપનીથી બીજી કંપનીમાં જાય છે. પણ આ ઉતાવળમાં તેઓ તેમના જૂના પીએફ ખાતાને નવા સ્થાને ટ્રાન્સફર કરવાનું ભૂલી જાય છે. એવું પણ બને છે કે વિવિધ સંસ્થાઓમાં કામ કરતી વખતે એક જ કર્મચારી અનેક પીએફ ખાતા ખોલે છે. સમય જતાં અગાઉની કંપનીઓની ડીટેલ મેમરીમાંથી ઝાંખી પડી જાય છે. આથી વ્યવહારો અટકી જાય છે અને તે નિષ્ક્રિય થઈ જાય છે. પરિણામે તમારા પૈસા વર્ષો સુધી એક ખાતામાં પડેલા રહે છે જેના કારણે તમને સમયસર લાભો મળતા નથી.

  • અરજી સબમિટ કર્યા વગર ફંડ તમારા ખાતામાં કેવી રીતે જમા થશે?

આ નવી EPFO ​​સિસ્ટમ સ્માર્ટ ટેકનોલોજી પર આધારિત હોય છે. સિસ્ટમ તમારા જૂના ખાતાને ઓળખતાની સાથે જ ફંડ ઓટોમેટીક ટ્રાન્સફર થઈ જશે. પણ અમુક બેઝીક શરતો પૂરી કરવી જરૂરી છે. તમારું પીએફ ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલ હોવું જરૂરી છે. આ સિવાય તમારી KYC માહિતી સંપૂર્ણ રીતે સચોટ હોવી જોઈએ અને તમારા બેંક ખાતાની વેરીફાઈ કરવી જોઈએ. પહેલાં આ ઓટોમેટિક સુવિધા માત્ર 1000 રૂપિયા સુધીના નાના બેલેન્સ માટે જ ઉપલબ્ધ હતી પરંતુ હવે EPFO ​​તેને મોટી રકમ માટે પણ શરૂ કરી રહ્યું છે. સુરક્ષા કારણોસર ફંડ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સમગ્ર પ્રક્રિયા વેરીફાઈ કરવામાં આવશે.

વધુ વાંચો : આ ઇલેક્ટ્રિક ટૂ વહીલર કંપનીનો ગ્રોથ 728 ટકા, TVS-બજાજ- ઓલા બધાને પચાડ્યું

  • નાની ભૂલોને કારણે અટકી જાય છે ફંડ

અમુકવાર ટેકનીકલ ખામીઓ કે નાની ભૂલોને કારણે ફંડ અટકી જાય છે. એક મોટો અવરોધ એ હોય છે કે, તમારા EPFO ​​રેકોર્ડ અને તમારા આધાર વચ્ચે નામ કે જન્મ તારીખમાં મેળ ખાતો નથી. આ સિવાય એક જ વ્યક્તિ માટે મલ્ટીપલ UAN એક્ટીવ હોવા, બેંક ખાતાની વિગતો અપડેટ ન થવી કે જૂની કંપની દ્વારા બહાર નીકળવાની તારીખ યોગ્ય રીતે દાખલ ન કરવી એ ખામીઓ છે જે આ ઓટો-ટ્રાન્સફરમાં અવરોધ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pilot Project EPFO Provident Fund

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ