બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Rashmika Mandanna's "Escaped Death" Post As Flight Makes Emergency Landing

હવાઈ દુર્ઘટના / રશ્મિકા મંદાના મરતાં મરતાં બચી ! શું બન્યું પોતે પોસ્ટ શેર કરીને કહ્યો ખૌફનાક અનુભવ

Hiralal

Last Updated: 02:38 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ પોતાને થયેલો હવાઈ સફરનો ખૌફનાક અનુભવ વર્ણવ્યો છે.

  • નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાને થયો મોતનો અનુભવ
  • એર વિસ્તારાની ફ્લાઈટનું થયું ઈમરજન્સી લેન્ડીંગ 
  • મુંબઈથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઈટમાં આવી ટેક્નીકલ ખામી 
  • ડીપફેક વીડિયો પણ શિકાર બની હતી

પુષ્પા ફિલ્મથી રાતોરાત લોકોના દિલ-દિમાગમાં છવાઈ જનાર નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ હવાઈ સફરમાં પોતાને થયેલો મોતનો અનુભવ વર્ણવ્યો છે. હકીકતમાં રશ્મિકા મંદાના એર વિસ્તારાની ફ્લાઈટમાં મુંબઈથી હૈદરાબાદ જઈ રહી હતી.

ટેક ઓફની 30 મિનિટમાં ફ્લાઈટમાં આવી ખામી 
ટેક ઓફની 30 મિનિટની અંદર જ ફ્લાઈટમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી અને તેને પરિણામે ફ્લાઈટમાં અફરાતફરી મચી હતી. કોઈ પણ જાતના દેખીતા કારણ વગર ફ્લાઈટમાં આ ખામી સર્જાઈ હતી. આ ઘટના બની ત્યારે વિમાન હવામાં હતું અને પાયલટે તાડતબોડ નિર્ણય લેતાં ફ્લાઈટનું મુંબઈ એરપોર્ટ પર સલામત ઉતરાણ કરાવી દીધું હતું. આ ઘટના બાદ પ્રવાસીઓમાં ડરનો માહોલ જોઈ શકાતો હતો. 

શું છે એક્સ્ટ્રીમ ટર્બૂલન્સ 
ઉડતાં વિમાનમાં આવતી આ પણ એક આફત છે જેમાં વિમાન ઉછાળેલા સિક્કાની જેમ આમતેમ ડોલવા લાગે છે અને આ સ્થિતિને એક્સ્ટ્રીમ ટર્બૂલન્સ કહેવાય છે. આ સ્થિતિમાં પ્રવાસીઓ માંડ બચે છે. 

અમે મોતથી બચી ગયા-રશ્મિકાએ લખી પોસ્ટ 
રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રી શ્રદ્ધા દાસ સાથેની સેલ્ફી અને અન્ય એક તસવીર શેર કરી છે, જેમાં તેણે કહ્યું કે આજે મને મૃત્યુથી બચી ગયા. રશ્મિકા સાથે ફ્લાઈટમાં શ્રદ્ધા દાસ પણ હતી. 

નેશનલ ક્રશ છે રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાના અલ્લુ અર્જુન અભિનિત પુષ્પા ફિલ્મથી લાઈમલાઈટમાં આવી હતી. ફિલ્મમાં તેની ભૂમિકાને ખૂબ વખાણવામાં આવી હતી. હવે પુષ્પા -2 પણ આવી રહ્યું છે.

ડીપફેક વીડિયો પણ શિકાર બની હતી
ઉલ્લેખનીય છે કે રશ્મિકા મંદાના થોડા સમય પહેલા ડીફફેક વીડિયો પણ શિકાર બની હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Rashmika Mandanna Rashmika Mandanna extreme turbulence Rashmika Mandanna flight landing Rashmika Mandanna news Rashmika Mandanna
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ