બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Rander police got big success in Sejal Parmar suicide case

સુરત / સેજલ પરમાર આત્મહત્યા કેસઃ 1850 કિમી દૂર નક્સલીઓના ગઢમાં રાંદેર પોલીસનો સપાટો, વેશ પલટો કરીને 3 આરોપીઓને ઝડપ્યા

Malay

Last Updated: 03:06 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સેજલ પરમાર આત્મહત્યા કેસમાં રાંદેર પોલીસની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ નક્સલીઓના ગઢમાં જઈને આરોપીઓને દબોચી લીધા છે.

 

  • સેજલ પરમાર આત્મહત્યા કેસનો મામલો
  • રાંદેર પોલીસ સ્ટેશનના જાબાજ કર્મીઓ
  • 1850 કિમી દૂર જઈ આરોપીઓને ઝડપ્યા 

સુરતના મહિલા પ્રોફેસર સેજલ પરમાર આપઘાત કેસમાં રાંદેર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસની ટીમે 1850 કિલોમીટર દૂર જઈને 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે નક્સલીઓના ગઢમાં જઈને જીવ હથેળી પર લઈને ઓપરેશન પાર પાડ્યું છે. 

મહિલા પ્રોફેસરે કર્યો હતો આપઘાત 
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાતના કેમેસ્ટ્રી વિભાગમાં ફરજ બજાવતા પ્રોફેસર સેજલ પરમારે 22 દિવસ પહેલા ટ્રેનની નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. મહિલા પ્રોફેસરને તેના ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવી રહ્યા હતા. જેના કારણે તેમણે આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જે બાદ પરિવારજનો દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

ફરિયાદ બાદ પોલીસે શરૂ કરી હતી તપાસ 
મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે સેજલ પરમાર આત્મહત્યા કેસમાં આરોપીઓને 1850 કિમી દૂર જઈ ઝડપી પાડ્યા. પોલીસે બિહાર-ઝારખંડની બોર્ડર પર આવેલા 2 ગામમાં ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં પોલીસની ટીમે વેશ પલટો કરીને ઓપરેશનને અંજામ આપ્યો હતો. પોલીસ કર્મીઓ આરોપીઓને પકડવા વેશ પલટો કરી દરરોજ રિક્ષા ચલાવતા હતા. જે બાદ યોગ્ય મોકો મળતા જ પોલીસે આરોપીઓના ઘરમાં ઘૂસીને ઓપરેશનને પાર પાડ્યું હતું અને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 

શું છે સમગ્ર મામલો?
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા મહિલા પ્રોફેસરે ગત 16મી માર્ચે બપોરે ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશનની વચ્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનની નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. જે બાદ પોલીસે આપઘાતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મહિલા પ્રોફેસરે આપઘાત કરતા પહેલા નાની બહેનને વોટ્સએપ પર મેસેજ કર્યા હતા. જેમાં તેમણે કેટલાક લોકો ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા માંગતા હોવાની વાતચીતનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો.

આપઘાત પહેલા નાની બહેનને જણાવી હતી હકીકત
મહિલા પ્રોફેસરે નાની બહેનને વોટ્સએપ મેસેજમાં જણાવ્યું હતું કે, 'મેં મારા ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જે બાદ એક્સેસ કોન્ટેક્ટ, લોકેશન, SMS પર યશ ક્લિક કર્યું હતું. જે બાદ કેટલાક લોકો મને બ્લેકમેલીંક કરી રહ્યા છે. ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને પૈસા માંગી રહ્યા છે. મેં અત્યાર સુધીમાં 23 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.' મહિલા પ્રોફેસરને પાકિસ્તાનના નંબરો પરથી વોટ્સએપ કોલ અને મેસેજ આવતા હતા. આ ઘટનામાં રાંદેર પોલીસે સાયબર સેલની મદદ લઈને તપાસ હાથ ધરી હતી. જોકે, આ મામલે રાંદેર પોલીસની ટીમ દ્વારા આ કેસમાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ