બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Ramlala will give darshan sitting on a lotus: Official announcement made by Ayodhya temple, know the special features
ADVERTISEMENT
મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામની નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન થશે અને આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે 16મી જાન્યુઆરીથી રામ લાલના પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પણ શરૂ થઈ ગઈ છે અને આવનાર 7 દિવસ સુધી આ વિધિઓ ચાલશે.
कर्नाटक के प्रसिद्ध मूर्तिकार श्री अरुण योगीराज द्वारा कृष्णशिला पर निर्मित मूर्ति का चयन भगवान श्री रामलला सरकार के श्री विग्रह के रूप में प्रतिष्ठित होने हेतु किया गया है।
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 15, 2024
The Murti sculpted on Krishna Shila, by renowned sculptor Shri Arun Yogiraj, has been selected as Shri…
ADVERTISEMENT
આ સાથે જ રામલલાની મૂર્તિ પણ તૈયાર થઈ ગઈ છે અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે 'કર્ણાટકના મૈસુરના મશહૂર મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવાયેલી મૂર્તિ પસંદ કરવામાં આવી છે. ભગવાન રામની મૂર્તિનું વજન 150 થી 200 કિલો જેટલું હશે.' અરુણ યોગીનો પરિવાર ઘણી પેઢીઓથી દેવી-દેવતાઓની મુર્તિ બનાવી રહ્યો છે તેમણે કેદારનાથમાં લાગેલી શંકરાચાર્યની મૂર્તિ પણ બનાવી છે. રામલલાની મૂર્તિનું 5 વર્ષના બાળક જેવી હશે. તેમણે કહ્યું કે મૂર્તિ ઘડતી વખતે અરુણ યોગી 15 થી 20 દિવસ સુધી પરિવાર સાથે વાત કરી નહોતી એટલા બધા એકાગ્ર થઈને મૂર્તિ બનાવી હતી. મૂર્તિની લંબાઈ 51 ઈંચ છે અને કાળા રંગની છે.
ADVERTISEMENT
17મી જાન્યુઆરીની સાંજે રામલલાની મૂર્તિનું રામજન્મભૂમિ તીર્થક્ષેત્રમાં પ્રવેશ થશે અને 18 જાન્યુઆરીના રોજ રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. મળતી જાણકારી અનુસાર આ મૂર્તિમાં ભગવાન રામનું પાંચ વર્ષનું બાળસ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને તેમ રામલલા કમળ પર બિરાજમાન છે. આ આખી પ્રતિમા શ્ર્યામલ રંગની છે, જેમાં રામલલાની આભા મંડળ પર વિષ્ણુના દશાવતારોની વિગતો આપવામાં આવી છે.
प्राण प्रतिष्ठा और संबंधित आयोजनों का विवरण:
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 15, 2024
1. आयोजन तिथि और स्थल: भगवान श्री रामलला की प्राण-प्रतिष्ठा योग का शुभ मुहूर्त, पौष शुक्ल कूर्म द्वादशी, विक्रम संवत 2080, यानी सोमवार, 22 जनवरी, 2024 को आ रहा है।
2. शास्त्रीय पद्धति और समारोह-पूर्व परंपराएं: सभी शास्त्रीय परंपराओं…
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર, રામલલાની આ પ્રતિમામાં પાંચ વર્ષના છોકરાનું રૂપ જોવા મળ્યું છે અને રામલલા કમળ પર બિરાજમાન હશે. આ આખી પ્રતિમા શ્યામલ રંગની છે, જેમાં રામલલાની આભા પર વિષ્ણુના દશાવતારો દર્શાવવામાં આવ્યા છે. આ સાથે જ એમ પણ કહેવાય રહ્યું છે કે રામ લલાની હાલની મૂર્તિ, જે 1950 થી ત્યાં છે, તેને પણ નવા મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે.
ADVERTISEMENT
હવે લોકોના મનમાં એક પ્રશ્ન એ છે કે શા માટે 51 ઈંચ ઉંચી મૂર્તિ બનાવવામાં આવી? તો ભારતમાં હાલના યુગમાં પાંચ વર્ષના બાળકની ઉંચાઈ આશરે 43 થી 45 ઈંચ જેટલી માનવામાં આવે છે, પરંતુ જે યુગમાં રામનો જન્મ થયો હતો તે યુગમાં સામાન્ય લોકોની સરેરાશ ઊંચાઈ ઘણી વધારે હતી. તેથી, 51 ની શુભ સંખ્યાને ધ્યાનમાં રાખીને આ મૂર્તિની ઊંચાઈ 51 ગણવામાં આવી હતી.
સાથે આપણે બધાએ સાંભળ્યું છે કે શ્રી ક્રિષ્ના શ્યામ રંગના હતા તો પછી રામલલાની મૂર્તિ કાળા રંગની કેમ બનાવવામાં આવી છે.તો જણાવી દઈએ કે રામ લાલાની મૂર્તિ શાલિગ્રામ પથ્થરમાંથી બનાવવામાં આવી છે, જેમાંથી હિન્દુ ધર્મના દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં આવે છે. તે એક પવિત્ર પથ્થર માનવામાં આવે છે. શાલિગ્રામ કાળા રંગના સુંવાળા, અંડાકાર પથ્થરો છે. ધાર્મિક ગ્રંથો અનુસાર શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું મૂર્તિ સ્વરૂપ છે. આ એક પ્રકારનો અશ્મિભૂત પથ્થર છે. શાલિગ્રામ સામાન્ય રીતે પવિત્ર નદીના તળિયે અથવા કાંઠેથી એકત્રિત કરવામાં આવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: કેરળના રામાસ્વામી મંદિર સાથે ગુજરાતનો છે હજારો વર્ષ જૂનો નાતો, આજે દર્શન કરવા જશે PM મોદી
આજથી એક સપ્તાહ સુધી ચાલશે પૂજનવિધિ, જાણો 7 દિવસમાં શું શું થશે
આજે 16મી જાન્યુઆરીએ વિશેષ પૂજા અંતર્ગત પ્રાયશ્ચિત અને કર્મ કુટી પૂજા થશે.
17મી જાન્યુઆરીની સાંજે રામલલાની મૂર્તિનું રામજન્મભૂમિ તીર્થક્ષેત્રમાં પ્રવેશ થશે.
18મી જાન્યુઆરીની સાંજે તીર્થયાત્રા, જળયાત્રા, જલાધિવાસ અને ગંધાધિવાસ થશે.
19મી જાન્યુઆરીએ સવારે ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતધિવાસ અને સાંજે ધાન્યાધિવાસ
20મી જાન્યુઆરીના રોજ સવારે શર્કરાધિવાસ, ફલાધિવાસ તો સાંજે પુષ્પાધિવાસ થશે.
21મી જાન્યુઆરીએ સવારે મધ્યાધિવાસ તો સાંજે શયાધિવાસ
22મી જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે અને 20 મિનિટથી 1 વાગ્યાની વચ્ચે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.