બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / ramadan 2023 follow these healthy tips

હેલ્થ ટિપ્સ / રમઝાન મહિનામાં ફિટ રહેવા શું કરવું? ડાયટ પ્લાન સાથે લાઈફસ્ટાઈલમાં કરો આ બદલાવ

Bijal Vyas

Last Updated: 12:48 AM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુસ્લિમો માટે રમઝાનનો મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, જેમાં તેઓ ઉપવાસ કરે છે, તો આવો જાણીએ કે, ઉપવાસની સાથે સ્વસ્થ્ય રહેવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • ઈફ્તાર પછી તમે 3-4 ગ્લાસ પાણી અથવા મોસમી, નારંગી, નારિયેળ પાણી વગેરેનું સેવન કરો
  • ઊર્જાવાન રહેવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરુરી છે
  • ઉપવાસના આહારમાં ફળો, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો

Ramadan 2023: રમઝાન મહિનો ચાલી રહ્યો છે. મુસ્લિમો માટે આ મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં લોકો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી એક મહિના સુધી પાણી અને ખોરાક વિના ઉપવાસ કરે છે. આવી સ્થિતિમાં, ઉપવાસ કરતી વખતે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે. તો આવો જાણીએ, રમઝાન મહિનામાં સ્વસ્થ્ય રહેવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

શરીરમાં પાણીની ઉણપ ના થવા દો 
ઉપવાસ દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે. આ માટે સૂર્યોદય પહેલા પુષ્કળ પાણી પીવો, જ્યારે ઈફ્તાર પછી તમે 3-4 ગ્લાસ પાણી અથવા મોસમી, નારંગી, નારિયેળ પાણી વગેરેનું સેવન કરી શકો છો. આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરો, જે તમારા શરીરમાં પાણીની ઉણપ ના થવા દે, આ માટે તમે કાકડી, તરબૂચ વગેરે ખાઈ શકો છો. આ સિવાય ખાંડયુક્ત પીણાં અથવા કેફીનયુક્ત વસ્તુઓ પીવાનું ટાળો, કારણ કે તેના સેવનથી ઉપવાસ દરમિયાન તરસ વધે છે અને શરીરમાં પાણીની ઉણપ થાય છે.

Topic | VTV Gujarati


હેલ્દી ખોરાક ખાઓ
આ દરમિયાન તળેલી વસ્તુઓ, મીઠાઈઓ ખાવાને બદલે પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાઓ. ઉદાહરણ તરીકે, ઉપવાસના આહારમાં ફળો, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને અન્ય જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. સેહરી અને ઇફ્તારમાં સંતુલિત આહાર લો, જે તમને દિવસભર ઉર્જાવાન રાખવામાં મદદ કરશે.

કસરત કરો
જો તમે ઉપવાસ કરતા હોય તો પણ નિયમિત કસરત કરો. આનાથી તમે રમઝાન મહિનામાં ઉર્જાવાન અનુભવ કરશો. કસરત કરવાથી તણાવ ઓછો થાય છે, જે તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે. ઇફ્તાર પછી કસરત કરવાનો પ્રયાસ કરો.

Tag | VTV Gujarati

ઊંઘ પૂરી કરો
રમઝાનના પવિત્ર મહિનામાં ઊર્જાવાન રહેવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરુરી છે. દરરોજ ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લો. ઇફ્તાર પછી વહેલા સૂવાનો પ્રયત્ન કરો. સૂતા પહેલા ચા કે કોફી પીવાનું ટાળો. આ તમારી ઊંઘમાં અવરોધ ઊભો કરી શકે છે, જેનાથી તમે બીજા દિવસે થાકનો અનુભવો છો.
 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ