બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Ram is worshiped 5 times in Ayodhya

રામ મંદિર / જાણો શું ચાલી રહ્યું છે અયોધ્યામાં, અયોધ્યાથી વીટીવીનું લાઈવ

Published By: Dharmishtha

Last Updated: 01:09 PM, 10 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે અયોધ્યા મંદિરને લઈને આપેલાં ચુકાદાને લઈને અયોધ્યાવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. પ્રવાસીઓ પણ અંહી આવવાનાં શરુ થઈ ગયાં છે. સવારથી જ હનુમાન ગઢી અને ટેન્ટમાં રહેલાં રામલલાનાં મન મોહક રુપને નિહાળવા માટે ભક્તિો ઉમટી પડ્યા હતાં.

  • ચુકાદા બાદના પ્રથમ દિવસે ભક્તો રામના દર્શને પહોંચ્યા 
  • પોલીસ સુરક્ષા વચ્ચે ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે 
  • કાલે ભક્તો દર્શન માટે પહોંચ્યા ન હતા

મીઠાઈની દુકાનોમાં ભીડ

અયોધ્યાનાં ચુકાદા બાદ અયોધ્યાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ચૂકાદાનાં દિવસથી જ મીઠાઈની દુકાનોમાં ભીડ જામી હતી. તમામ લોકોએ સોહાર્દ પુર્ણ વર્તન કરી દેશની શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખી છે.  તમામ દેશવાસીઓએ સુપ્રીમ કોર્ટનાં જજમેન્ટને સ્વીકાર્યું છે.

હનુમાન ગઢીમાં દર્શનાથીઓ ઉમટ્યા

રામલલાની સાથે સાથે તેટલી જ ભીડ હનુમાન ગઢીમાં જોવા મળી હતી. એક ભક્તો વીટીવી સાથે વાત કરતા જણાવ્યું હતું કે હનુમાનજીને લીધે જ રામનો વનવાસ પુરો થયો છે. ભગવાન છેલ્લાં કેટલાય વર્ષોથી ટેન્ટમાં રહેતાં હતાં. તેમને ખૂબ કસ્ટ વેઠવું પડ્યું છે. ત્યારે આજે હનુમાનજી જ તેમના રખવાલા બન્યા છે. ભક્તોને રામલલાનાં દર્શન માટે હનુમાનજીની પરવાનગી જરુરી છે. 

ટુરિઝમમાં વધારો થયો

એક અયોધ્યાવાસીએ વીટીવીને જણાવ્યું હતું કે અત્યાર સુધી અયોધ્ય ભૂમિએ વિવાદની ભૂમિ હતી. જેનાં કારણે અહીં વિકાસ નહોતો થયો. અહીં આવનારા લોકોની સંખ્યાં ઓછી હતી. હવે અહીં વિકાસ પણ થશે સાથે સાથે ટુરિઝમમાં વધારો પણ થશે. 

5 વખત પૂજા કરવામાં આવે છે

સુપ્રીમના ચુકાદા બાદ રામજન્મ ભૂમિનાં મુખ્ય પુજારી સતેન્દ્ર દાસએ વીટીવી સાથે વાત કરી હતી.. સતેન્દ્ર દાસે વીટીવીને જણાવતા કહ્યું હતું કે, આજે અયોધ્યા માટે નવો દિવસછે. રામ લલાની દિવસમાં પાંચ વખત પૂજા કરવામાં આવે છે. ભગવાન રામનાં બાળ સ્વરૂપની દિવસમાં પાંચ વખત પૂજા કરાય છે. દરેક દિવસે ભગવાનને અલગ-અલગ વસ્ત્રો પહેરાવવામાં આવે છે.

રામ સહિત ચારેય ભાઈઓની બાળ સ્વરુપ મૂર્તિ બિરાજમાન છે

સતેન્દ્રજીનો જન્મ 1938માં થયો હતો. તેઓ અયોધ્યામાં ભણવા માટે આવ્યાં હતાં. એ બાદ તેઓ સંસ્કૃત શિક્ષક તરીકે નોકરી પણ કરી ચૂક્યાં છે. કોર્ટનાં આદેશથી અહીં પૂજારીની નિયુક્તિ કરવાનું શરુ થયું હતું. 1958થી સતેન્દ્ર દાસ અયોધ્યા આવી ગયાં હતાં. 81 વર્ષનાં સતેન્દ્ર દાસ કહે છે. રામલલાએ સમપનામાં આવ્યાં ત્યારથી અહીં તેમની પૂજા કરવાનું શરુ થયું હતું. 1, માર્ચ 92થી તેઓ રામલલાની પૂજા અર્ચનાં કરે છે. તે સમયે આ એક વિવાદીત ઢાંચો હતો.  તેઓ જણાવે છે. અહીં રામ અને તેમનાં 3 ભાઈઓના બાળ રુપની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Gujarati News ram mandir અયોધ્યા ગુજરાતી ન્યૂઝ રામ મંદિર ram mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ