બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajya Sabha MP Rambhai Mokaria's statement on Congress leader Mahesh Rajput's allegation

રાજકારણમાં ગરમાવો / 'અત્યારે મારે કંઈ નથી કહેવું, પાર્ટી પૂછશે ત્યારે...', આંતરિક વિવાદમાં કોંગ્રેસ નેતાએ ઝંપલાવતા રામ મોકરિયાની સ્પષ્ટતા

Malay

Last Updated: 12:06 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતના આક્ષેપ મામલે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ કહ્યું, 'મારે અત્યારે કંઈ કહેવું નથી, જો સોગંદનામું ખોટું હોય તો ફરિયાદ કરી શકે છે.'

  • મહેશ રાજપૂતના આક્ષેપ મામલે રામભાઈ મોકરિયાનું નિવેદન
  • હું આ અંગે અત્યારે કંઈ કહેવા માંગતો નથીઃ રામભાઈ
  • મારે જ્યાં રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશઃ રામભાઈ

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની રૂપિયા ઉઘરાવાની પોસ્ટને લઈને કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે સવાલ ઉઠાવ્યા છે. મહેશ રાજપૂતે આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, રામભાઈ મોકરિયાએ સોગંદનામામાં 2008 અને 2011નો હિસાબ દર્શાવ્યો નથી. મહેશ રાજપૂતના આક્ષેપ મામલે સાંસદ રામભાઈ મોકરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, 'મારે અત્યારે કંઈ કહેવું નથી, યોગ્ય જગ્યાએ હું રજૂઆત કરીશ.' 

મેં કોઈનું નામ લીધું નથીઃ રામભાઈ મોકરિયા
મહેશ રાજપૂતના આક્ષેપ મામલે રામભાઈ મોકરિયાએ જણાવ્યું કે, 'હું આ અંગે કંઈ કહેવા માંગતો નથી, હું આ મામલે મૌનધારણ કરું છું. જો સોગંદનામું ખોટું હોય તો ફરિયાદ કરી શકે છે, આ અંગે જો મારી પાર્ટી ખુલાસો પૂછશે, તો હું પાર્ટીને જવાબ આપવા તૈયાર છું. રૂપિયાની લેતીદેતી મામલે મેં કોઈનું નામ લીધું નથી અને લેવા પણ માંગતો નથી. હું યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશ.' 

મહેશ રાજપૂતે લગાવ્યા ગંભીર આક્ષેપ
આપને જણાવી દઈએ કે, સાંસદ રામભાઈ મોકરિયાની ફેસબુક પોસ્ટને લઈ કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે રામભાઈ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રામભાઈ મોકરિયાના ઉમેદવારી ફોર્મના સોગંદનામામાં 2008, 2011નો હિસાબ દર્શાવવામાં આવ્યો નથી, રામભાઈ મોકરિયા જે રૂપિયા માંગે છે તેનો સોગંદનામામા ઉલ્લેખ નથી. જે રકમ લેવાની હોય તેનો સોંગદનામામાં ઉલ્લેખ કરવાનો હોય છે.

મહેશ રાજપૂત (કોંગ્રેસ અગ્રણી)

રામભાઇને ડિસ્ક્વોલીફાય કરવા અમે કાર્યવાહી કરશુંઃ મહેશ રાજપૂત
મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, રામભાઈ મોકરિયા દિલીપ સંઘવી પાસે 2 કરોડ રૂપિયા માંગે છે. તેઓ પ્રિયજીતસિંહ બારડ, ભરતસિંહ ભટ્ટી પાસે રૂપિયા માંગે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રામ મોકરિયાને ડિસ્ક્વોલીફાય કરવા અમે કાર્યવાહી કરશું.

શું છે સમગ્ર મામલો?
રાજકોટમાં રહેતા સાંસદ રામભાઈ મોકરિયાએ થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી, તેમણે ફેસબુક પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે, 'એક ખૂબ જ જૂના રાજકારણી મને મારા રૂપિયા પરત આપતા નથી. તેઓ અબજોપતિ છે છતાં તેમની નીતિ અને નિયત ખૂબ જ ખરાબ છે. તેઓ 1980થી રાજકારણમાં સક્રિય થયા હતા અને તાજેતરમાં છેલ્લે ગુજરાતમાંથી તેઓ નિવૃત્ત થયા છે.'

સોશિયલ મીડિયામાં પોસ્ટે જગાવી હતી ચર્ચા
રામભાઈ મોકરિયાની પોસ્ટે આખા સૌરાષ્ટ્રમાં હલચલ મચાવી દીધી હતી. જોકે, રામભાઈએ આમાં કોઈનું નામ લીધું નહોતું, તેથી રામ મોકરીયાની આ પ્રકારની પોસ્ટ વાયરલ થતાં રાજકીય ચર્ચાએ જોર પકડ્યું હતું તેમજ કોણે પૈસા લીધા છે, કોણ 1980થી સક્રિય નેતા છે, જેને લઈ અનેક રાજકીય ગતિવીધિઓ તેજ થઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ