બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rajya Sabha Elections: Names of two other candidates announced in Gujarat

BIG BREAKING / રાજ્યસભા ચૂંટણી: ગુજરાતમાં અન્ય બે ઉમેદવારોના નામ જાહેર, જાણો કયા બે ચહેરાઓ પર ભાજપે મારી અંતિમ મહોર

Malay

Last Updated: 12:50 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajya Sabha Election News: ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.

  • રાજ્યસભાની 3 બેઠકો માટે યોજાશે ચૂંટણી
  • ગુજરાતમાં બે રાજ્યસભા બેઠકોના ઉમેદવાર જાહેર
  • કાંકરેજના પૂર્વ MLA બાબુભાઈ દેસાઈનું નામ જાહેર
  • કેસરીદેવસિંહ ઝાલાનું નામ કરાયું જાહેર
  • ભાજપના ઉમેદવાર એસ.જયશંકરે ભરી દીધું છે ફોર્મ

રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી યોજાશે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં બે રાજ્યસભા બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.

બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા

ભારતીય જનતા પાર્ટી દ્વારા કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાનું નામ જાહેર કરાયું છે. મહત્વનું છે કે, ત્રણ બેઠકો પૈકી કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે બે દિવસ અગાઉ જ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાનું નામ જાહેર
ભારતીય જનતા પાર્ટી દ્વારા બાકીની બે બેઠકો માટે પણ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપે કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈનું નામ જાહેર કર્યું છે. બંને ઉમેદવારો લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહ્યા છે, તેથી બંને ઉમેદવારોને પાર્ટીને ઈનામ આપ્યું છે. બાબુભાઈ દેસાઇ ઉત્તર ગુજરાતના આગેવાન છે અને રબારી સમાજમાં તેમનું મોટું નામ છે, બાબુભાઈની છાપ સામાજિક કાર્યકર્તા તરીકેની છે. કેસરીદેવસિંહ ઝાલા વાંકાનેર સ્ટેટના વારસદાર છે અને ક્ષત્રિય સમાજનાં મોટા આગેવાન છે. યુવા સમયથી જ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે.


ત્રણ બેઠક માટે આ મહિનાની 24 તારીખે ચૂંટણી યોજાશે
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. વાસ્તવમાં આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ બેઠક માટે આ મહિનાની 24 તારીખે ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 

Image

એસ.જયશંકરને કરાયા રિપીટ
ભાજપ દ્વારા એસ.જયશંકરને રિપીટ કરાયા છે. જ્યારે જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટિકિટ કપાઈ છે. તેમની જગ્યાએ બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા પર પાર્ટી હાઈકમાન્ડે વિશ્વાસ મુક્યો છે. 

કોણ છે બાબુભાઈ દેસાઈ?

  • બાબુ દેસાઈનું મુળ ગામ ઊંઝાનું મક્તુપુર છે
  • ગામના નામથી ઓળખાય છે બાબુ મક્તુપુર
  • બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય રહી ચૂક્યા છે
  • રબારી સમાજમાં ભામાશાની છાપ
  • દ્વારકા યાત્રા માટે છુટ્ટા હાથે દાન કરનાર વ્યક્તિ
  • રબારી સમાજના સમૂહલગ્નના દાતા અને પ્રણેતા
  • ધાર્મિક કાર્યોમાં દાન કરનારા દાનવીર
  • રબારી સમાજમાં શિક્ષણને ઉત્તેજન આપવામાં મોટો ફાળો
  • ગુજરાતમાં રબારી સમાજની શિક્ષણ સંસ્થાઓમાં વડીલની ભૂમિકા
  • બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે બાબુ દેસાઈ

કોણ છે કેસરીદેવસિંહ ઝાલા?

  • 2011થી ભાજપના સક્રિય સભ્ય છે
  • 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં મહત્વની જવાબદારી મળી હતી
  • 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈન્ચાર્જની જવાબદારી સંભાળી
  • 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવી
  • કેસરીદેવસિંહની મહેનતથી દાયકાઓ બાદ વાંકાનેર સીટ ભાજપને મળી
  • રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે 
  • કેસરીદેવસિંહ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના યુવા પાંખના પ્રમુખ છે
  • અમરસિંહજી હાઈસ્કૂલના ઉપપ્રમુખ છે કેસરીદેવસિંહ
  • રમાકુંવરબા કન્યા છાત્રાલયના ટ્રસ્ટીના છે કેસરીદેવસિંહ
  • બોયઝ બોર્ડિંગના ટ્રસ્ટીની પણ નિભાવે છે જવાબદારી
  • તમામ જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમોમાં હાજર રહે છે કેસરીદેવસિંહ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ