બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / Rajkot Lok Sabha seat Parashottam Rupala Paresh Dhanani Kshatriya society Patidar society Rupala Controversy
સૌરાષ્ટ્રની રાજકોટની બેઠક પરનો જંગ રસપ્રદ બની ગયો છે. પરશોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી મેદાનમાં ઉતર્યા છે. એક તરફ રાજકીય પંડિતોના અનુમાન અને કોંગ્રેસ પાર્ટીની ધારણા મુજબ રૂપાલા સામે ક્ષત્રિયોના ચાલતા આંદોલન-વિરોધનો ફાયદો ધાનાણી થશે. પણ રાજનીતિમાં
ક્યારે બાજી ફરે તે અંગે કઈ પણ કહેવું મુશ્કેલ છે. કારણ કે ભાજપના રૂપાલા કડવા પાટીદાર અને પરેશ ધાનાણી લેઉઆ પાટીદાર છે. જો પાટીદારના વોટના કડવા-લેઉવામાં વહેંચી જાય તો અન્ય મત નિર્ણાયક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT

અહીં એ ટાંકવું જરૂરી બને છે પોણા બે લાખ મુસ્લિમ મતદારો અને એસસીના પણ દોઢ લાખથી વધુ મતદારો છે. આ બંને સમાજ કોંગ્રેસની વૉટબેંક ગણાય છે. રોટી-બેટીવાળા નિવેદન બાદ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ છે. ટિકિટ પાછી નહી ખેંચાતા ક્ષત્રિય મહિલાઓ પણ રણચંડી બનીને વિરોધ કરી રહી છે. આ બેઠક પરના દોઢ લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે જેને ઓછા આંકવાની ભૂલ ભાજપ અને રૂપાલાને ભારે પડી શકે છે.
બીજી તરફ જોઈએ તો મુસ્લિમ 189653, કોળી 311503, એસસી 155008 જેટલા મતદારો છે. અને અન્ય 3,98, 433 મતદારો રાજકોટ બેઠક પર છે, આ મતદારો જ રૂપાલા કે ધાનાણી બંને માંથી એકને રાજકોટ બેઠકની કમાન સોંપશે.
ADVERTISEMENT

રાજકીય નિષ્ણાતો જણાવે છે કે, જ્ઞાતિ-જાતિના મતદાતાઓના આંકડાની સંખ્યાને ધ્યાનમા રાખવામાં આવે તો કોંગ્રેસ આ બેઠક પર અપસેટ કદાચ સર્જી શકે છે. પણ પાટીદારો ભાજપની વૉટબેંક છે જો પાટીદારોના વોટ રૂપાલાને મળે તો ધાનાણી માટે રાજકોટનું રાજ કપરા ચઢાણ સમાન છે. જ્ઞાતિ સમીકરણ પરથી તારણ કાઢી શકાય કે, લેઉઆ કે કડવા પાટીદાર મતદારો ખરા પણ અન્ય જ્ઞાતિના મતદારોનુ પ્રભુત્વ આ બેઠક પર વધુ રહેશે અને કદાચ જે કોઈ ઉમેદવાર ચૂંટણી જીતશે તેમાં અન્ય મતદારોનો ફાળો જ વિશેષ રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.