બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Crime Branch busted the truck scam

કૌભાંડનો પર્દાફાશ / વ્હીકલ ભાડે લઈને ભંગાણ કરાવી વેચી મારતા: રાજકોટમાં ઝડપાયું મોટું છેતરપિંડી કૌભાંડ, 4 કરોડનો મુદ્દામાલ જપ્ત

Malay

Last Updated: 01:20 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: ટ્રેક-ટેન્કરના માલિકો પાસેથી ટ્રક-ટેન્કર ભાડે લઈ ભંગારના ડેલામાં લાવી તેના પાર્ટ કાઢી બારોબાર વેચી દેવાના કૌભાંડનો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ સાથે ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના બે સહિત કુલ છ શખ્સોની ધરપકડ કરી છે.

  • રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ટ્રક કૌભાંડનો કર્યા પર્દાફાશ
  • વ્હીકલ ભાડે લઈ ભંગાણ કરાવી આર્થિક ફાયદો મેળવતા
  • ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના બે સહિત કુલ છ શખ્સોની કરી ધરપકડ 

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મોટા કૌભાંડને ઉઘાડું પાડ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન અને ગુજરાતમાંથી ટ્રક સહિતના માલવાહકના કૌભાંડનો પર્દાફાશ કરી 4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના બે સહિત કુલ 6 શખ્સોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ 60 જેટલા વાહનો ભંગાણ અર્થે લાવ્યા હોવાની કબુલાત કરી છે. આ તમામ અલગ અલગ રાજ્યોમાંથી ટ્રક-ટેન્કર માલિકો પાસેથી વાહનો ભાડે મેળવી છેતરપિંડી આચરી વાહનોનું ભંગાણ કરી તેના સાધનો અને પાર્ટ બારોબાર વેચી દેતા હતા.  

ભંગારના ડેલામાં પાડ્યા હતા દરોડા
મળતી માહિતી અનુસાર, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PI વાય.બી જાડેજા અને PSI એમ.જે હુણની ટીમે રાજકોટ-અમદાવાદ હાઈવે અને કુવાડવા રોડ પર આવેલા ભંગારના ડેલામાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ભંગારના ડેલામાં જે વસ્તુઓ પડી હતી, તે જોઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ચોંકી ગઈ હતી. ભંગારના ડેલામાં ટ્રક, ટ્રકના એન્જિનો, ટ્રકની કેબિનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

6 શખ્સોની કરાઈ ધરપકડ
આ દરોડા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે કિશનલાલ ભગવાન ગાદરી (રહે. સુવાનિયા, જિ.ચિતોડગઢ, રાજસ્થાન), ઈશ્વર રૂઘનાથ ચૌધરી (રહે. ગઢવાલો કે ખેડા ગામ, જિ. ભીલવાડા, રાજસ્થાન), જમાલ અબ્દુલ મેતર ( રહે. હાઉસિંગ બોર્ડ, રાજકોટ), વસીમ ઉર્ફે બસીર સમા (રહે. હાઉસિંગ બોર્ડ, રાજકોટ), ઈમ્તીયાઝ આમદ અગવાન (રહે. નવી ઘાચીવાડ, રાજકોટ), લલીત દેવમુરારી (રહે. રિદ્ધી પેલેસ, કેશોદ, જિ. જૂનાગઢ)ને ઝડપી પાડ્યા હતા.

ટ્રક-ટેન્કરનું ભંગાણ કરી તેના પાર્ટ વેચી દેતા
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ તમામની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે, આ તમામ ગુજરાત સહિત અન્ય રાજ્યના ટ્રેક-ટેન્કરના માલિકો સાથે છળકપટથી ભાડે ટ્રક-ટેન્કર મેળવતા હતા.  પ્રતિ માસ વાહન માલિકોને તેઓ 50,000 થી 1,00,000 જેટલી રકમ પણ આપતા હતા. જે રકમ એક થી બે મહિના સુધી તેઓ નિયમિત આપતા હતા અને ત્યારબાદ તેમનું વાહન ચોરાઈ ગયું છે તે પ્રકારે જણાવી તેમની સાથે છેતરપિંડી આચરતા હતા.

ટ્રેક-ટેન્કરને રાજકોટ ભંગારના ડેલામાં લાવવામાં આવતા હતા
આ તમામ આ વાહનોને રાજકોટના ભંગારના ડેલામાં આપી દેતા હતા. જે બાદ આ ડેલામાંથી ટ્રક-ટેન્કરનું ભંગાણ કરી તેના પાર્ટ કાઢીને વેચી દેવામાં આવતા હતા. આ તમામ ગુજરાતમાંથી જે વાહનો ઉઠાવતા તેને રાજસ્થાનના ભંગારના ડેલામાં આપી દેતા, જ્યારે રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી ઉઠાવેલા ટ્રેક-ટેન્કરને રાજકોટ ભંગારના ડેલામાં લાવવામાં આવતા હતા. આ ગેંગે અત્યાર સુધીમાં 60 વાહન ગેરકાયદે તોડ્યાની કબૂલાત આપી છે.  હાલના તબક્કે 12 કરોડના 60 નવા ટ્રકનો ચાર કરોડનો ભંગાર કરી નખાયાની વિગતો બહાર આવી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ