બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં ધૂળેટીના પર્વ પર જ ફ્લેટમાં લાગી ભીષણ આગ, ત્રણ લોકોના મોત
Last Updated: 12:28 PM, 14 March 2025
રાજકોટમાં ધૂળેટીનાં તહેવારના દિવસે રેસીડેન્સીયલ બિલ્ડીંગ એન્ટલાન્ટીસનાં છઠ્ઠા માળે અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે આ બાબતે ફાયર બ્રિગ્રેડને જાણ કરતા ફાયર બ્રિગ્રેડ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કહી હતી. ત્યારે આ ઘટનામાં 3 લોકોનાં મોત નિપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.
ADVERTISEMENT
ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી
ADVERTISEMENT
રાજકોટ ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક લિફ્ટ મારફતે પાંચમા અને છઠ્ઠા માળેથી લોકોની બચાવવાની કામગીરી શરૂ કરી હતી. એટ્લાન્ટિસ બિલ્ડીંગમાં રાજકોટનાં ખ્યાતનામ જ્વેલર્સ માલિક તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો ફાયર વિભાગ દ્વારા તમામ લોકોને બચાવવાની કામગીરી યુદ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવી છે.
વધુ વાંચોઃ ગાંધીનગરના દહેગામમાં કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા, વડોદરાના દંપતીનું ઘટના સ્થળે મોત
ADVERTISEMENT
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડીંગનાં પાંચમા તેમજ છઠ્ઠા માળે આગ લાગતા ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે છઠ્ઠા માળે ફ્લેટમાં ફર્નિચરનું કામ ચાલુ હતું. તે દરમ્યાન શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યરે એક ઈજાગ્રસ્તને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તેમજ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાલ ચાલું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT