બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના દહેગામમાં કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા, વડોદરાના દંપતીનું ઘટના સ્થળે મોત
Last Updated: 11:31 AM, 14 March 2025
વડોદરા હીટ એન્ડ રનની ઘટનામાં નશામાં ચકચૂર યુવકે એક મહિલાનો જીવ લેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે હોળી-ધૂળેટીનો તહેવાર હોઈ લોકો તહેવાર મનાવવા પોતાનાં સગાસબંધીને ત્યાં જતા હોય છે. ગાંધીનગરથી એક દંપતિ તહેવાર નિમિત્તે પોતાનાં સગા સબધીને ત્યાં કાર લઈ જઈ રહ્યા હતા. તે દરમ્યાન દહેગામ પાસે આવેલ ઉમિયા મંદિર પાસે કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો.
ADVERTISEMENT

કાર ચાલક નશામાં ચૂર હતોઃ સ્થાનિકો
ADVERTISEMENT
દંપતી ગાંધીનગરથી વડોદરા જઈ રહ્યા હતા. ત્યારે ગાંધીનગર-દહેગામ રોડ પર કાર ચાલક દ્વારા સ્ટીંયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર એસટી બસ સાથે ટકરાઈ હતી. ત્યારે આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ કાર ચાલક નશામાં ચૂર હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એસટી બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચવા પામી હતી.

ADVERTISEMENT
વધુ વાંચોઃ રાજકુમાર જાટ મોત કેસમાં બસ ડ્રાઈવરની ધરપકડ, થયો મોટો ખુલાસો
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાની જાણ ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને કરતા એમ્બ્યુલન્સ મારફતે દંપતીનાં મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને નાની મોટી ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT