બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકુમાર જાટ મોત કેસમાં બસ ડ્રાઈવરની ધરપકડ, થયો મોટો ખુલાસો
Last Updated: 10:24 AM, 14 March 2025
રાજકોટમાં રાજકુમાર જાટ મોત કેસમાં મોટો ખુલાસો થયો છે. રાજકુમાર જાટનું મોત બસની અડફેટે થયું હોવાનો ખુલાસો થયો છે. ખાનગી બસ સાથે અકસ્માત બાદ યુવાનનું મોત થયું હતું. રાજકોટથી જૂનાગઢ જતી બસે અકસ્માત સર્જ્યો હતો. રાજકોટ પોલીસે આ સમગ્ર મામલે સત્તાવાર જાહેરાત કરી નથી. પોલીસે જૂનાગઢથી બસના ડ્રાઈવરની અટકાયત કરી હતી. આ સમગ્ર મામલે આજે રાજકોટ પોલીસ ખુલાસો કરી શકે છે.
ADVERTISEMENT

એસોજીએ બસ ડ્રાઈવરને પણ પકડી પાડ્યો
ADVERTISEMENT
રાજકોટમાં ગોંડલનાં યુવાનનાં મોત મામલે પોલીસે અકસ્માત કરનાર બસને કબ્જે કરી છે. એસઓજી પોલીસે બસ ડ્રાઈવરને પકડી પાડ્યો છે. જૂનાગઢથી અમદાવાદ જતી બસનો અકસ્માત થયાનો પોલીસ દાવો કરી રહી છે. મહાસાગર ટ્રાવેલ્સની બસને કબ્જે કરવામાં આવી છે. રાજકોટ પોલીસે બસ નંબર GJ 14 Z 3131 ને કબ્જે કરી છે. હજુ સુધી ઘટના સ્થળના તમામ સીસીટીવી જાહેર કરાયા નથી. યુવક જ્યારે ઘરેથી ગુમ થયો તેના આગલા દિવસે શું બન્યું હતું. તે હજુ સ્પષ્ટ રીતે સામે આવ્યું નથી.

ADVERTISEMENT
યુવકના પિતાના આક્ષેપો
જો કે આશ્રમથી 500 મીટર દૂર યુવકનો અકસ્માત થયો હતો. જેમાં યુવકનું મોત થયું છે. પરિવારજનો દ્વારા મૃતદેહની ઓળખ પણ થઇ ચૂકી છે. જો કે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂરી થયા પછી મૃતહદેહ પરિવારને સોંપવાની વાત કરાઇ રહી છે. જો કે સમગ્ર કેસમાં યુવકના પિતા હત્યાનો આરોપ લગાવી રહ્યા છે. રતનલાલ જાટે પોતાના દીકરાનો મૃતદેહ ઓળખી લીધો છે. જો કે યુવકના શરીર પર અકસ્માતના કોઇ નિશાન ન હોવાના આરોપ લગાવી રહ્યા છે. યુવકના પિતા ગણેશ જાડેજા અને તેના સાથીઓએ હત્યા કરી હોવાની વાત પર અડગ છે અને પોતાના દીકરાની હત્યા બદલ ન્યાયની માગણી કરી છે.
ADVERTISEMENT

વધુ વાંચોઃ VIDEO : વસ્ત્રાલમાં લુખ્ખાઓએ વિસ્તાર બાનમાં લીધો, વાહનોમાં તોડફોડ, લોકો પર કર્યો હુમલો!
ADVERTISEMENT
પોલીસની પ્રાથમિક તપાસમાં શુ ખુલાસો થયો ?
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ''તરઘડીયા ગામ પાસે ઓવર બ્રિજ આવેલા છે જેની નજીકમાં આ યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો ત્યાંથી પસાર થતી 108 જોઈને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન યુવકનું મોત થઈ ગયુ હતું. ત્યારે યુવકની ઓળખ થયેલી ન હતી જેના પગલે ઓળખ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, ગોંડલ શહેરમાં એક યુવક ગુમ થયેલો છે જેના પગલે તેના સગા વ્હાલાને બોલાવીને ઓળખ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું કે, આ યુવકનું નામ રાજકુમાર જાટ છે. ત્યારબાદ તેમના બનેવી અર્જુન જાટ દ્વારા ફરિયાદ લીધેલી છે અને તપાસ પણ ચાલું છે. વધુમાં કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું હતું કે, જ્યાંથી ઈજાગ્રસ્ત યુવક મળી આવ્યો હતો તેની પાસે જ આશ્રમમાં આવેલો અને 4 વાગ્યે મોડી રાત્રે તે આશ્રમમાંથી બહાર નીકળો જણાય છે અને ત્યારબાદ અકસ્માતથી ઈજાગ્રસ્ત થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું છે''
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT