બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : વસ્ત્રાલમાં લુખ્ખાઓએ વિસ્તાર બાનમાં લીધો, વાહનોમાં તોડફોડ, લોકો પર કર્યો હુમલો!
Last Updated: 09:43 AM, 14 March 2025
અવાર નવાર સોશિયલ મીડિયામાં અસામાજીક તત્વોનો આતંકનો વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે ગત રોજ વસ્ત્રાલમાં કેટલાક બેફામ લુખ્ખા તત્વોએ દ્વારા આતંક મચાવ્યો હતો. અસામાજીક તત્વોને જાણે હવે પોલીસનો ડર ન રહ્યો હોય તેમ હથિયાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ADVERTISEMENT
વસ્ત્રાલમાં લુખ્ખાઓએ વાહનોમાં તોડફોડ, લોકો પર કર્યો હુમલો#ahmedabad #ahmedabadcity #ahmedabadcrime #Reels #shorts #CrimeNews #vtvgujarati pic.twitter.com/tBUnBbZsmn
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 14, 2025
ટોળાએ રસ્તા પરની દુકાનો તેમજ વાહનોમાં તોડફોડ કરી
ADVERTISEMENT
વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક અસામાજીક તત્વો દ્વારા હાથમાં તલવાર, પાઈપ, ધોકા સહિતનાં હથિયાર સાથે ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું. ત્યારે વસ્ત્રાલમાં શાશ્વત-2 સોસાયટી નજીક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. તેમજ 15 થી 20 જેટલા શખ્સોનાં ટોળાએ સમગ્ર રસ્તાને બાનમાં લીધો હતો. તેમજ રસ્તે જતા વાહન ચાલકોને ઉભા રાખીને માર માર્યો હતો. તેમજ રસ્તા પરની દુકાનો તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી.
વધુ વાંચોઃ અંગ દઝાડતી ગરમીમાંથી મળશે રાહત?, જાણો હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી
ADVERTISEMENT
પોલીસે વીડિયોનાં આધારે તપાસ શરૂ કરી
સોશિયલ મીડિયા પર અસામાજીક તત્વોનાં આતંકનો વીડિયો વાયરલ થતા પોલીસ તાત્કાલીક હરકતમાં આવી જવા પામી હતી. તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોનાં આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી અસામાજીક તત્વોની શોધખોળ હાથ ધરી હતી. તેમજ રામોલ પોલીસ દ્વારા વીડિયોનાં આધારે અસામાજીક તત્વોની શોધખોળ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT