બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અંગ દઝાડતી ગરમીમાંથી મળશે રાહત?, જાણો હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી
Last Updated: 08:25 AM, 14 March 2025
ઉનાળો શરૂ થતાની સાથે જ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા શહેરીજનો માટે રાહતની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં પવનની દિશા બદલતા તાપમાન ઘટશે. તેમજ પશ્ચિમથી ઉત્તર તરફ પવનો ફૂંકાતા ગરમીમાં ઘટાડો થશે. તેમજ તાપમાન ઘટતા શહેરજનો ગરમીથી આંશિક રાહત મેળવશે. તેમજ મોટાભાગનાં જીલ્લામાં 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે.
ADVERTISEMENT

હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું
ADVERTISEMENT
હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ગરમીનું અલર્ટ આપ્યું છે. તેમજ કેટલાક જીલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનાં પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, કચ્છમાં ગરમીનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. તેમજ આગામી સમયમાં અમદાવાદમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરી છે. અમદાવાદમાં આગામી સમયમાં 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ શકે છે. પશ્ચમથી આવતા પવનોમાં ભેજ આવતા તાપમાન ઘટી શકે છે.

ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈ રાહતની આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી તા. 15 માર્ચથી રાજ્યમાં ગરમીનું જોર ઘટશે. તેમજ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છમાં 36 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી રહેશે. જ્યારે જૂનાગઢમાં 34 થી 36 ડિગ્રી વચ્ચે તાપમાન રહે તેવી સંભાવના છે.
ADVERTISEMENT

વધુ વાંચોઃ VIDEO : ધૂળેટીના તહેવાર ટાણે જ વડોદરામાં હિટ એન્ડ રન, મહિલાનું મોત
ADVERTISEMENT
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે હવામાનમાં પલ્ટો આવશે
અમરેલી જીલ્લામાં પણ ગરમીનો તાપમાનનો પારો ગગડશે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ નોંધાય તેવી શક્યતાઓ છે. તેમજ 20 માર્ચ પછી ફરી કાળઝાળ ગરમી પડશે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવશે. તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એપ્રિલ માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે હવામાનમાં વધઘટ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT