બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / VIDEO : ધૂળેટીના તહેવાર ટાણે જ વડોદરામાં હિટ એન્ડ રન, મહિલાનું મોત

દુ:ખદ / VIDEO : ધૂળેટીના તહેવાર ટાણે જ વડોદરામાં હિટ એન્ડ રન, મહિલાનું મોત

Last Updated: 07:25 AM, 14 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા શહેરનાં કારેલીબાગ વિસ્તારમાં ગત રોજ મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકે રાહદારીઓને અડફેટે લેતા એક રાહદારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Vadodara Hit and Run : હોળી-ધૂળેટીનો તહેવારની લોકો આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. ધૂળેટીનાં તહેવારનાં એક દિવસ પહેલા વડોદરામાં ગોઝારી ઘટના બનવા પામી હતી. જેમાં વડોદરામાં નશામાં ચકચૂર બનેલ યુવક દ્વારા પુર ઝડપે કાર ચલાવી રાહદારીઓને અડફેટે લેતા એક્ટિવા લઈને જઈ રહેલ મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

આરોપી મૂળ વારાણસીનો રહેવાસી

વડોદરામાં નશામાં ચૂર કાર ચાલકે અકસ્માત સર્જાવા મામલે રક્ષિત ચોરસિયા નામનો ઈસમ કાર ચલાવી રહ્યો હતો. રક્ષિત ચોરસીયા પીજીમાં એમએસ યુનિવર્સિટીમાં લો નો અભ્યાસ કરે છે. અન્ય એક આરોપી મિત ચૌહાણ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. રક્ષિત ચોરસીયા મૂળ વારાણસીનો રહેવાસી છે. રક્ષિત ચોરસીયાની પોલીસે અટકાયત કરી છે. તેમજ મિત ચૌહાણની પણ ધરપકડ કરી છે. તેમજ પોલીસ દ્વારા વીડિયોનાં આધારે તપાસ શરૂ કરી છે.

અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

વડોદરામાં મોડીર રાત્રે ખાનદાની નબીરાઓએ રફ્તારનો કેર વર્તાવ્યો છે. કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે કાર ચાલક નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે એક સાથે ત્રણ ટુ વ્હીલર સવારોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં 4 લોકોને ગંભીર ઈજા પહોચી છે. જ્યારે એક મહિલાનું મોત નિપજ્યું હતું. કાર ચાલક રક્ષિત ચોરસિયા નશો કરી ઓવર સ્પીડ કાર ચલાવી રહ્યો હતો. તેમજ કાર તેનાં મિત્ર મિત પ્રાંશુ ચૌહાણની છે. પોલીસે અકસ્માતનાં સીસીટીવીનાં આધારે તપાસ શરૂ કરી છે. આરોપીને પકડીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. આરોપી નબીરો અકસ્માત કર્યા બાદ અફસોસ વ્યક્ત કરવાને બદલે બૂમો પાડતો રહ્યો હતો. અનધર રાઉન્ડ નિકિતા નિકિતા નામની બુમો પાડી હતી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ શહેર ભાજપ પ્રમુખ જય પ્રકાશ સોની અને સાંસદ હેમાંગ જોશી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ ઘટનાને પગલે ભાજપે આજની ધૂળેટીની ઉજવણીનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો.

વધુ વાંચોઃ નદીમાં ઝંપલાવી યુવતીનો આપઘાતનો પ્રયાસ, સ્થાનિકોએ કર્યું દિલધડક રેસ્ક્યૂ, જુઓ વીડિયો

મૃતક તેમજ ઈજાગ્રસ્તના નામ

મૃતકનું નામ હેમાલીબેન પૂરવભાઈ પટેલ ઉંમર વર્ષ 37 રહે ફતેગંજ ટેક્સટાઇલ સોસાયટી વડોદરા ખાતે રહે છે. જેઓ ધુળેટીનો પર્વ હોઈ કલર લેવા માટે નીકળ્યા હતા દરમિયાન ઘટનામાં તેમનું મોત નિપજયું હતું. આ ઉપરાંત હોસ્પિટલમાં 12 વર્ષના જૈની, 35 વર્ષના નિશાબેન, 10 વરસની અજાણી બાળકી તેમજ અજાણ્યા 40 વર્ષના વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે.આ ઉપરાંત ત્રણ વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનામાં એક મહિલા નું મોત અને 7 ને ઇજા પહોંચી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Police Vadodara Heat and Run Vadodara News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ