બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rajbha Gadhvi gave a big statement regarding the ISKCON accident

ઈસ્કોન બ્રિજ દુર્ઘટના / BMWવાળો જામીન પર છે, ગ્રીષ્માનું ગળું કાપનાર જેલમાં મોજ કરે છે: રાજભા ગઢવીએ ઇસ્કોન અકસ્માત મામલે આપ્યું મોટું નિવેદન

Malay

Last Updated: 03:55 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇસ્કોન બ્રિજ અકસ્માત મુદ્દે લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ જણાવ્યું કે, યુપીમાં આવી કોઇ ઘટના બને તો સીધુ બુલડોઝર ફેરવી દેવાય છે, યુપીની જેમ કામગીરી બધે થવી જોઇએ.

  • લોક સાહિત્યકાર રાજભા ગઢવીનું ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે નિવેદન 
  • અમદાવાદમાં જે ઘટના બની તે ખૂબ જ દુઃખદાયી ઘટના: રાજભા ગઢવી 
  • 'દિકરા-દિકરી ક્યાં જાય છે તેનું માત-પિતાએ ધ્યાન રાખવું જોઇએ'

અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર બે દિવસ પહેલા તથ્ય પટેલે સર્જેલા વિનાશક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન સહિત 9 લોકોના દર્દનાક મોત થયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. લોકો અને મૃતકોના પરિવારજનો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. આ વચ્ચે હવે અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ દુઃખ વ્યક્ત કર્યું છે. 

અવારનવાર બનતી રહે છે આવી ઘટનાઓઃ રાજભા ગઢવી 
તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં જે ઘટના બની તે ખૂબ જ દુઃખદાયી છે. મૃતકોના પરિવારને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે. આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ઘણી વખત જાહેરમાં સ્ટંગની ઘટના સામે આવતી હોય છે. આજના દિકરા દિકરીઓ બહાર જતા હોય છે. ત્યારે માતા-પિતાએ પોતાના બાળકોનું ધ્યાન રાખવુ જોઇએ. દિકરા-દિકરી ક્યા જાય છે તેના પર માત-પિતાએ ધ્યાન રાખવુ જોઇએ.

રાજભા ગઢવી (લોકસાહિત્યકાર) PHOTO: FACEBOOK

યુપીની જેવી કામગીરી બધે થવી જોઇએઃ લોક સાહિત્યકાર
રાજભા ગઢવીએ જણાવ્યું કે, અગાઉ પણ બે લોકોને ઉડાવનાર BMW વાળો જામીન પર ફરે છે, ગ્રીષ્માનું ગળુ કાપનાર જેલમાં મોજ કરે છે. આવી અનેક ઘટનાઓ બની રહી છે. બુદ્ધીજીવી માણસો ચુપ રહે તે યોગ્ય ન કહેવાય. યુપીમાં આવી કોઇ ઘટના બને તો સીધુ બુલડોઝર ફેરવી દેવાય છે. તે આપણો ભારતનો ભાગ છે અને સરહાનીય છે. યુપીની જેમ કામગીરી બધે થવી જોઇએ. 

'આપડા બાળકોની જવાબદારી આપડી હોય છે'
વિદેશના કાયદા કેવા છે તેવા કાયદા ભારતમાં પણ હોવા જોઇએ, કોઇને આ રીતે અડફેટે લઇને ગાડીઓ ચલાવવી તે યોગ્ય નથી. પૈસા હોય એટલે પોતે સર્વસ્વ સમજવું તે ચાલે નહીં. બાળકો કાફેમાં બેસે અને માતા-પિતા કહે મિત્રો સાથે ગયા છે. આપડા બાળકોની જવાબદારી આપડી હોય છે તેવું રાજભા ગઢવીએ જણાવ્યું છે.  

શું હતી સમગ્ર ઘટના ? 
બુધવારે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

કોણ છે તથ્ય પટેલ?
અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સ પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે. પ્રજ્ઞેશ પટેલ 2020માં રાજકોટના ગેંગરેપ કેસમાં સામેલ હતો. આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને આચર્યુ દુષ્કર્મ હતું. આરોપીના પિતા સામે 8 જેટલા ગુના નોંધાયેલા છે.
 

કોના કોના થયા મૃત્યુ?

નિરવ રામાનુજ
ઉંમર- 22 વર્ષ
રહેવાસી- ચાંદલોડિયા

અમન કચ્છી
ઉંમર- 25 વર્ષ
રહેવાસી- સુરેન્દ્રનગર

કૃણાલ કોડિયા
ઉંમર- 23 વર્ષ
રહેવાસી- બોટાદ

રોનક વિહલપરા
ઉંમર- 23 વર્ષ
રહેવાસી- બોટાદ

અરમાન વઢવાનિયા
ઉંમર- 21 વર્ષ
રહેવાસી- સુરેન્દ્રનગર

અક્ષર ચાવડા
ઉંમર- 21 વર્ષ
રહેવાસી- બોટાદ

ધર્મેન્દ્રસિંહ(પોલીસ કોન્સ્ટેબલ)
ઉંમર- 40 વર્ષ

નિલેશ ખટિક(હોમગાર્ડ)
ઉંમર- 38 વર્ષ

જસવંતસિંહ (પોલીસ કોન્સ્ટેબલ)
ઉંમર - 51 વર્ષ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ