બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સવારથી જ 108 તાલુકાઓમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, સૌથી વધુ કલ્યાણપુરમાં 11 ઇંચ ખાબક્યો
Last Updated: 01:33 PM, 22 July 2024
સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા થઇ રહી છે.. આ વખતે મેઘરાજાએ સૌરાષ્ટ્રને તરબોળ કરી દીધું છે. આજે સવારથી રાજ્યના 108 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
ક્લ્યાણપુરમાં 6 કલાકમાં 11 ઇંચ વરસાદ
સવારે 6થી 12 વાગ્યા સુધી કલ્યાણપુરમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ વરસાદ નોંધાયો છે.. માણાવદરમાં 6 ઇંચ, માળીયા હાટીના અને ઉપલેટામાં સવા 5 ઇંચ વરસાદ વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં 5 ઇંચ વિસાવદરમાં 4 ઇંચ, પલસાણામાં પોણા 4 ઇંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવમાં સવા 3 ઇંચ, વાપી, કેશોદ અને કામરેજમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું જોર ઘટશે
રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે.. પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ''16 જુલાઇએ શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ 29 જુલાઇ સુધી યથાવત રહેશે તેમણે કહ્યું કે જે વિસ્તારોમાં વરસાદ નથી થયો તે વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળશે'.સૌરાષ્ટ્ર પર સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન ખસતાં હવે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. 24 જુલાઇ સુધી ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ સારો વરસાદ થશે તેવી આગાહી તેમણે કરી છે.
ADVERTISEMENT
24 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
25થી 26 જુલાઇ વચ્ચે સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ જોવા મળશે, આજથી 24 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં 3 દિવસ સુધી ભારે વરસાદ થશે તેવી આગાહી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં 22થી 26 જુલાઇ વચ્ચે સારો વરસાદ જોવા મળશે તેવી આગાહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આગામી 4 દિવસ ગુજરાત માટે 'અતિ ભારે', આ જિલ્લાઓમાં 10 વાગ્યા સુધીમાં એલર્ટ જાહેર

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.