બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / આગામી 4 દિવસ ગુજરાત માટે 'અતિ ભારે', આ જિલ્લાઓમાં 10 વાગ્યા સુધીમાં એલર્ટ જાહેર

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન વિભાગની આગાહી / આગામી 4 દિવસ ગુજરાત માટે 'અતિ ભારે', આ જિલ્લાઓમાં 10 વાગ્યા સુધીમાં એલર્ટ જાહેર

Last Updated: 09:29 AM, 22 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે રાજ્યનાં ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર તેમજ ભરૂચ, સુરત, નર્મદામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય જીલ્લાઓમાં ભારે વરસાદ તેમજ છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. રાજ્યનાં અનેક જીલ્લાઓમાં રેડ એલર્ટ

ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. તો અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાતા લોકોએ બફારાથી કંઈક અંશે રાહત મેળવી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ક્યાં જીલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રનાં દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતનાં સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. યલો એલર્ટ જાહેર

તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. જૂનાગઢમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ

જૂનાગઢમાં ચોથા દિવસે પણ વરસાદી માહોલ છવાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. આજે 8 વાગ્યા સુધીમાં કેશોદમાં 2.5 ઈંચ, માણાવદરમાં 2 ઈંચ તેમજ મેંદરડા, વંથલીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પાંચ દિવસ ઉત્ત ગુજરાત મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ

બંગાળની ખાડીમાં લો પ્રેશર ધીમી ગતિએ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તા. 22 મી જુલાઈથી લઈને 26 જુલાઈ સુધી 5 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

forecast Meteorological department Rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ