બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મગફળી-બાજરીનો પાક પાણીમાં ગરકાવ, બનાસકાંઠાના વડગામમાં જળબંબાકાર
Last Updated: 02:14 PM, 27 July 2025
બનાસકાંઠા જિલ્લાના વડગામમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. વડગામ પંથકમાં 9 ઈંચ વરસાદથી ખેતરો જળબંબાકાર બન્યા હતા. પાકનું વાવેતર કરેલ ખેતરોમાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા હતા. પાણી ભરાતા બાજરી- મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. ફુવારા પણ પાણીમાં ડૂબ્યા હતા. ફુવારા નળીઓ તરતી જોવા મળી હતી. ચોમાસાની સીઝનમાં ખેડૂતોને ખેતરમાં પાણી ભરાતા નુકસાન થવા પામ્યું હતું.
ADVERTISEMENT
બનાસકાંઠાના વડગામમાં 9 ઈંચ વરસાદ થતા ખેતરોમાં ભરાયા પાણી, મગફળી અને બાજરીને નુકસાન#Banaskantha #GujaratRain #rain #RainGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/sWcRDmR4jZ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 27, 2025
ડીસા થી ભોંયણ માર્ગ પર ભરાયા પાણી
ADVERTISEMENT
બનાસકાંઠાના ડીસા થી ભોંયણ માર્ગ પર પાણી ભરાયા હતા. ઘુંટણ સમા વરસાદી પાણી ભરાતા લોકોની અવર-જવર બંધ કરવામાં આવી હતી. વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલ વેઠવાનો વારો આવ્યો હતો. ડીસામાં મોડી રાત્રે ધોધમાર વરસાદથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. દર વર્ષે ચોમાસામાં રસ્તા પર વરસાદી પાણી ભરાતા મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. તંત્રને વારંવાર રજૂઆત છતાં પાણીનો નિકાલ કરાતો નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભારે વરસાદને પગલે એક્શનમાં CM ભૂપેન્દ્ર પટેલ, કંટ્રોલરૂમ પહોંચીને કલેક્ટરો સાથે કરી સમીક્ષા બેઠક
પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ભરાયા પાણી
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર પાણી ભરાયા હતા. ગઠામણ પાટીયા નજીક પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. હાઈવે સર્વિસ રોડ ઉપર પાણીના નિકાલની હાલ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. સામાન્ય વરસાદે વારંવાર પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.