બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભારે વરસાદને પગલે એક્શનમાં CM ભૂપેન્દ્ર પટેલ, કંટ્રોલરૂમ પહોંચીને કલેક્ટરો સાથે કરી સમીક્ષા બેઠક
Last Updated: 12:58 PM, 27 July 2025
રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ચારેય જિલ્લાઓમાં પડેલ ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું હતું. રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈ મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. તેમજ જે જીલ્લાઓમાં વધુ વરસાદ છે ત્યાં સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી. તેમજ વરસાદથી પ્રભાવિત વિસ્તારોના કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ ચર્ચા કરી હતી.
ADVERTISEMENT

24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધી, રાજ્યના કુલ 181 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ સાડા સાત ઇંચ વરસાદ થયો છે. ત્યારબાદ મોડાસામાં સવા 6 ઇંચ, તલોદમાં સાડા પાંચ ઇંચ, સિદ્ધપુરમાં સવા પાંચ ઇંચ તથા કપરાડા અને દહેગામમાં પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 72 જેટલા તાલુકાઓમાં આજે એક ઇંચથી વધુ વરસાદ પડયો છે, જે સમગ્ર વિસ્તારમાં માવઠાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.

ADVERTISEMENT
8 વાગ્યા સુધી રાજ્યના કુલ 103 તાલુકાઓમાં વરસાદ
આજ સવારે 8 વાગ્યા સુધી રાજ્યના કુલ 103 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદની માત્રા પ્રમાણે મહેમદવાદ સૌથી વધુ 3.78 મીમી વરસાદ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. ત્યારપછી ભિલોડામાં 2.60 મીમી, કઠલાલ અને વઘઈમાં 2.36 મીમી વરસાદ નોંધાયો છે. અન્ય નોંધપાત્ર તાલુકાઓમાં બાવળામાં 1.89 મીમી, વડગામમાં 1.65 મીમી, નડિયાદમાં 1.61 મીમી, દિયોદરમાં 1.54 મીમી, તેમજ ડાંગ-આહવામાં 1.50 મીમી વરસાદ પડ્યો છે. સિદ્ધપુર અને વાસદામાં 1.38 મીમી, જ્યારે પાલનપુરમાં 1.22 મીમી વરસાદ થયો. ઈડર અને મહુધામાં 1.18 મીમી, વડાલીમાં 1.14 મીમી, કાંકરેજ અને ધરમપુરમાં 1 મીમી વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભારે વરસાદને પગલે એક્શનમાં CM ભૂપેન્દ્ર પટેલ, કંટ્રોલરૂમ પહોંચીને કલેક્ટરો સાથે કરી સમીક્ષા બેઠક
આગામી 7 દિવસ વરસાદની આગાહી
ADVERTISEMENT
આજે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે આગાહી કરવામાં આવી છે. જેમાં આજથી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે છોટા ઉદેપુર, નર્મદા તાપી નવસારી વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ , પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરતમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે આમ આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.