બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / rail ticket for dogs and cat indian railways news

કૃપયા ધ્યાન દે.... / પાલતૂ શ્વાન અને બિલાડી માટે પણ ટ્રેનની ઓનલાઇ ટિકીટ બુકીંગ થશે, રેલવેએ શરુ કરી તૈયારી

Arohi

Last Updated: 08:04 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rail Ticket For Dogs And Cat: જો તમે પાલતુ શ્વાન કે બિલાડી સાથે રેલ યાત્રા કરવા માંગો છો તો આ ખબર તમારા કામની હોઈ શકે છે. રેલવે એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યો છે. જેના હેઠળ કૂતરા બિલાડી માટે ઓનલાઈન ટિકિટ બુક થઈ શકે છે.

  • રેલવેએ શરૂ કરી નવી સર્વિસ 
  • હવે પાલતુ શ્વાન કે બિલાડી સાથે થઈ શકશે યાત્રા
  • કૂતરા બિલાડી માટે બુક થશે ઓનલાઈન ટિકિટ 

જો તમે ડોગ કે કેટ લવર છો અને મોટાભાગે યાત્રા પણ કરવી પડે છે તો આ ખબર તમારા માટે ખૂબ જ જરૂરી છે. રેલ મંત્રાલયે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેના હેઠળ લોકોને પાલતુ જાનવરોને પણ ટિકિટ બુક કરાવીને સાથે લઈ જવાની પરમિશન હશે. તેને લઈને એક પ્રસ્તાવ રેલવેએ મંત્રાલય સમક્ષ મંજૂરી માટે મોકલ્યો છે. 

તેના હેઠળ લોકો પોતાના પાલતુ જાનવરો જેવા કે કૂતરા બિલાડીને ટિકિટ બુક કરીને સાથે લઈ જઈ શકશે. આ બુકિંગ જનરલ, સ્લીપર કે થર્ડ એસી જેવા ક્લાસમાં નહીં થાય પરંતુ ફર્સ્ટ ક્લાસ એસી જેવા કોચમાં થશે. તેના સાથે સંબંધિત યાત્રા પોતાના પાલતુ જાનવરને સાથે લઈને કેબિનમાં યાત્રા કરી શકાશે અને બીજા લોકોને તેનાથી કોઈ મુશ્કેલી પણ નહીં થાય. 

અમુક નિયમોનું કરવું પડશે પાલન 
રિપોર્ટ અનુસાર આ સંબંધમાં સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સેન્ટરને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ આઈઆરસીટીસીની વેબસાઈટ પર પાલતુ જાનવરો માટે ટિકિટ બુકિંગનો વિકલ્પ જોવા મળશે. 

જોકે આ સુવિધાનો લાભ લેવા માટે અમુક શરતો પણ નક્કી કરવામાં આવશે. પાલતુ જાનવરોને લઈને ફર્સ્ટ એસી કોચમાં જ સફર કરવામાં આવશે. જ્યાં બે કે 4 સીટોનું એક કેબિન હોય છે. તે ઉપરાંત પાલતુ જાનવરનું વેક્સીનેશન જરૂરી રહેશે. આટલું જ નહીં જો અન્ય યાત્રી વાંધો ઉઠાવે તો શ્વાન કે બિલાડીને સીટિંગ કમ લગેજ રેકમાં મોકલી દેવામાં આવશે. 

નહીં મળી શકે રિફંડ 
જો યાત્રીની પોતાની ટિકિટ બુક હશે. ત્યારે જ તેને પાલતું જાનવરો માટે યાત્રા ટિકિટની પરવાનગી મળશે. ટ્રેન બુકિંગનો પહેલો ચાર્ટ તૈયાર થયા બાદ જ બુકિંગ્સ થઈ શકશે. ટીટીઈ પોચે પણ ઓનલાઈન ફેસિલિટી શરૂ થયા બાદ આ ટિકિટને બુક કરી શકશે. 

જો યાત્રી પાલતુ જાનવરોની સાથે યાત્રા નહીં કરે અને ટિકિટ લઈ લે છે તો તેને રિફંડ નહીં મળે. જો બન્ને યાત્રા કેન્સલ કરે છે તો પછી પાલતુ જાનવર માટે બુક ટિકિટની રકમ રિફંડ નહીં થાય. જોકે યાત્રીની ટિકિટનો ચાર્જ પરત આપવામાં આવશે. 

હાલ શું છે જાનવરોને લઈ જવાના નિયમ? 
પાલતુ જાનવરોને ટ્રેનમાં લઈ જવાની સુવિધા હજુ પણ મળે છે પરંતુ આ પાર્સલ બુકિંગ કાઉન્ટર પર જ ઉપલબ્ધ હોય છે. અહીં પણ ડોગી કે કેટને અસએસઆરમાં જ લઈ જવામાં આવે છે. તેના ઉપરાંત એસી-1 કંપાર્ટેન્ટમાં જો જુનું કેબિન બુક હોય તો લઈ જવા માટે પરમિશન મળે છે. તેના ઉપરાંત ગાય, ભેંસ અને ઘોડા જેવા જાનવરો માટે માલ ગાડીમાં જ બુકિંગ કરવી પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ