બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / rahul gandhi says media court and election commission all are mute on account freeze

રાજકારણ / 'કોર્ટ, મીડિયા અને પંચ, બધા જોતાં રહ્યાં', એકાઉન્ટ ફ્રીઝ મામલે રાહુલ ગાંધીએ બધાને 'લીધાં'

Published By: Arohi

Last Updated: 01:24 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi On Account Freeze: કોંગ્રેસના ખાતા ફ્રીઝ થવા પર રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ચુંટણી પંચ, કોર્ટ અને મીડિયા બધા ડ્રામા જોઈ રહ્યા છે. કોઈ બોલી નથી રહ્યું. લોકતંત્ર જ ખતમ થઈ ગયું છે.

રાહુલ ગાંધીએ કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરવા મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ગુરૂવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આજે અમે 2 રૂપિયા ખર્ચ કરવા માટે પણ નિર્ભર છીએ. કોંગ્રેસની મીટિંગ વખતે તેમણે મીડિયા સાથે વાત કરી અને તીખા પ્રહાર કર્યા છે. ત્યાં જ સોનિયા ગાંધીએ પણ હુમલો બોલતા કહ્યું કે કોંગ્રેસને હેરાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે ખુદ પ્રધાનમંત્રી આ પ્રયત્ન કરી રહ્યા છે કે આર્થિક રીતે કોંગ્રેસને ખતમ કરી દેવામાં આવે. 

કોંગ્રેસના બેંક ખાતા કરવામાં આવ્યા ફ્રીઝ 
ત્યાં જ રાહુલ ગાંધીએ કહ્યું કે એક મહિના પહેલા કોંગ્રેસના બેંક ખાતાને ફ્રીઝ કરવામાં આવ્યા. જો કોઈ સંસ્થા, કંપની કે પરિવારની સાથે આવું થઈ જાય તો તે ખતમ થઈ જાય. પરંતુ અમારી સાથે આજ થયું છે. તેમ છતાં કોઈ કોર્ટ, સંસ્થા કે ચૂંટણી પંચ તેના પર વાત કરવા માટે તૈયાર નથી. બધા ચુપ છે અને ડ્રામા જોઈ રહ્યા છે. એવું ભારતમાં લોકતંત્ર છે. એક એવી પાર્ટી પોતાના નેતાને ક્યાંય મોકલી ન શકે, રેલ ટિકિટ ન ખરીદી શકે, જેને ભારતના 20 ટકા લોકો વોટ કરે છે. તેમણે કહ્યું કે આ કોઈ લોકતંત્ર નથી, જ્યાં મુખ્ય વિપક્ષના ખાતા જ બંધ કરી દેવામાં આવ્યા હોય. 

ચૂંટણી પંચને સવાલ 
આ મામલામાં બધા કોર્ટ અને ચૂંટણી પંચની પણ ભૂમિકા હોઈ શકે છે. પરંતુ તેમની તરફથી પણ કોઈ જવાબ નથી આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે મારો સવાલ છે કે આખરે ચૂંટણી આયોગ આ મામલા પર કેમ ચુપ છે. તેમણે કહ્યું કે આવા પગલાથી ભાજપને ફક્ત કોંગ્રેસના ખાતાને જ ફ્રીઝ નથી કર્યું પરંતુ લોકતંત્રને ફ્રીઝ કરી દીધુ છે. 

વધુ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું મોટું પગલું, રાજસ્થાન, હરિયાણા અને આંધ્રપ્રદેશ પ્રભારી બદલ્યાં

તેમણે કહ્યું કે આવક કાયદો કહે છે કે વધારે માં વધારે 10 હજાર રૂપિયા ફાઈન લગાવી શકાય છે. પરંતુ કોંગ્રેસ પાસેથી કરોડો રૂપિયાની વસુલી કરવામાં આવી અને તેમના ખાતા પણ બંધ કરી દેવામાં આવ્યા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Election Commission Media account freeze court rahul gandhi રાહુલ ગાંધી Rahul Gandhi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ