બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / rahul gandhi quote on jyotiraditya he is the only chap who can walk in my house anytime
ADVERTISEMENT
કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા તાજેતરમાં જ ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં 18 વર્ષ રહ્યાં બાદ હવે સિંધિયા ભાજપના જોડાઈ ગયા છે. અને તે કોંગ્રેસના કદાવર નેતામાંથી એક છે. અને તે રાહુલ ગાંધીના ખાસ નેતામાંથી એક નેતા હતા.

ADVERTISEMENT
આ ઉપરાંત તે રાહુલ ગાંધીના ખાસ મિત્ર પણ હતા. અને તેમણે આ રીતે પાર્ટી છોડી છે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી. જ્યારે હવે રાહુલ ગાંધીએ આ વાત પર ચુપ્પી તોડી છે. અને તેમણે કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા મારા એવા ખાસ મિત્ર હતા કે તે ક્યારેય પણ ઘરે આવી શકતા હતા અને મારી સાથે વાત કરી શકતા હતા.
ભાજપમાં વિધિવત્ એન્ટ્રી
ADVERTISEMENT

કોંગ્રેસનો સાથ છોડીને આવનાર જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપ કાર્યાલય પહોંચી ગયા હતા. જ્યાં જ્યોતિરાદિત્ય સિંધિયા વિધિવત રીતે ભાજપમાં જોડાયાં છે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડાએ જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો છે.
ADVERTISEMENT
શા માટે સિંધિયાએ કોંગ્રેસ છોડી?

ADVERTISEMENT
મીડિયાને સંબોધિત કરતી વખતે સિંધિયાએ કોંગ્રેસ છોડવાનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી વાસ્તવિકતા સ્વીકારવાનો ઈન્કાર કરી રહી છે. બીજું આ વાસ્તિવકતાને સ્વીકારને કંઈક નવું કરવાનું તેમ જ નવી વિચારધારાને મજબૂત કરવાને બદલે જડતા કોંગ્રેસમાં જોવા મળે છે. કોંગ્રેસમાં જે કહેવામાં આવે છે તે કરવામાં આવતું નથી.
મધ્યપ્રદેશમાં સરકાર બન્યાના 10 દિવસમાં ખેડૂતોની દેવામાફીની વાત હતી પરંતુ 18 મહિના બાદ પણ ખેડૂતો માટે કંઈ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત રાજ્યમાં બેરોજગારી અને ખેડૂતોની સમસ્યા ચરમસીમા પર છે.
ADVERTISEMENT
જ્યોતિરાદિત્ય સિંધિયાનું નિવેદન

જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ PM મોદી, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનો આભાર માન્યો. સિંધિયાએ આભાર વ્યક્ત કરતાં કહ્યું કે મને ભાજપ પરિવારમાં બોલાવ્યો અને એક સ્થાન આપ્યું. મારા જીવનમાં બે તારીખો મહત્વની રહી છે.
કેટલાંક એવા બનાવ આવે છે જે વ્યક્તિના જીવનને બદલી નાંખે છે. 30 સપ્ટેમ્બર 2001 મારા માટે મહત્વનો દિવસ છે. આ દિવસે મારા પિતાને ગુમાવ્યાં હતા. 10 માર્ચ 2020 પણ મારા જીવનનો મહત્વનો દિવસ છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આજથી મે નવી શરૂઆત કરી છે. કોંગ્રેસની વર્તમાન સ્થિતિ ઘણી ખરાબ છે. કોંગ્રેસ વાસ્તવિકતાથી દૂર ભાગી રહી છે. લોકોના મનને કોંગ્રેસ નથી સમજી રહી. મધ્યપ્રદેશમાં 18 મહિનામાં તમામ સપના તૂટી ગયા. ખેડૂતોના દેવા માફીની વાત હતી જે પૂર્ણ થઇ નથી. ખેડૂતોને નુકસાનનું વળતર મળ્યું નથી. રાજ્યના ખેડૂતો, યુવાનો ત્રસ્ત છે.
શું કહ્યું જે પી નડ્ડાએ

જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાંથી નારાજ થઇ ભાજપમાં જોડાયાં છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં જોડાવા મુદ્દે જે. પી. નડ્ડાનું નિવેદન છે. આજે ખુશીનો દિવસ છે. નડ્ડાએ રાજમાતા વિજયારાજે સિંધિયાએ યાદ કર્યાં.
જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે વિજયારાજે સિંધિયા ભાજપના સ્થાપના સભ્ય રહ્યાં છે. રાજમાતા અમારા માટે આદર્શ નેતા છે. જનસંઘ અને ભાજપને શરૂઆતથી જ જોડાયેલા રહ્યાં. આજે રાજમાતાના પૌત્ર ભાજપમાં જોડાયા એ ખુશીની વાત છે. જ્યોતિરાદિત્ય સિંધિયાની છબીથી અમે જાણકાર છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.