બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / rahul dravids hug virat kohli after win over pakistan team india t20 world cup

T 20 World Cup 2022 / VIDEO: ઈમોશનલ કોહલીને કોચ દ્રવિડે જુઓ કઈ રીતે આપ્યા વધામણાં, મેચ બાદના ભાવુક દ્રશ્યો થયા વાયરલ

Premal

Last Updated: 09:13 AM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ દ્રવિડ માટે પણ કોચ તરીકે ટી-20 વર્લ્ડ કપ મહત્વનો છે. ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને હરાવીને જીતની શરૂઆત કરી છે. વિરાટ કોહલી અણનમ અર્ધસદીના સહારે ભારતે પાકિસ્તાન સામે રોમાંચક જીત પ્રાપ્ત કરી.

  • ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો વિજય 
  • ભારતે પાકિસ્તાનને હરાવીને જીતની શરૂઆત કરી 
  • વિરાટ કોહલીએ ભારતીય ટીમને રોમાંચક જીત પ્રાપ્ત કરાવી 

કોચ રાહુલ દ્રવિડ પણ જીત બાદ ખુશ દેખાયા

વિરાટ કોહલીએ પોતાની ઈનિંગને લઇને કહ્યું કે તેમની પાસે આના માટે શબ્દ નથી. આ કદાચ મારી સૌથી સારી ઈનિંગમાંથી એક છે. કોચ રાહુલ દ્રવિડ પણ જીત બાદ ખુશ દેખાયા. કોહલીએ ટી-20 વર્લ્ડ કપની એક મેચમાં પાકિસ્તાન સામેની ઈનિંગની છેલ્લી 8 બોલમાં ત્રણ છગ્ગા લગાવ્યાં. જેના કારણે ભારતે એક રોમાંચક મેચમાં 4 વિકેટથી જીત પ્રાપ્ત કરી. કોહલી 82 રન બનાવી નોટઆઉટ રહ્યાં. 53 બોલનો સામનો કર્યો. સ્ટ્રાઈક રેટ 155નો રહ્યો. છ ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. મેચમાં પાકિસ્તાને પહેલા રમીને 8 વિકેટના નુકસાને 159 રન બનાવ્યાં હતા. જવાબમાં ભારતીય ટીમે 6 વિકેટના નુકસાને 160 રન બનાવીને અંતિમ બોલમાં મેચ જીતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ભારતીય ટીમના અન્ય ખેલાડીઓએ પણ કોહલીને આપી શુભેચ્છા

વિરાટ કોહલી જ્યારે વિજયી ઈનિંગ રમીને ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા તો કોચ રાહુલ દ્રવિડે તેમને થોડી વાર સુધી ભેટી રાખ્યા અને પછી શુભેચ્છા આપતા દેખાયા. જેના પરથી આ જીતનુ મહત્વ સમજાયુ છે. ત્યારબાદ મોહમ્મદ સિરાજ, રિષભ પંત સહિત ટીમના અન્ય ખેલાડીઓએ પણ કોહલીને શુભેચ્છા આપી. ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતુ. તે સમયે ટીમનુ સુકાન કોહલી પાસે હતુ જ્યારે કોચ રવિ શાસ્ત્રી હતા. હવે બંને આ પદ પર નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ