ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Raghu Sharma will visit Gujarat tomorrow for the inauguration ceremony of the Youth Congress

રાજકારણ / આવતીકાલે યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પદગ્રહણ સમારોહ, રઘુ શર્મા આવશે ગુજરાત

Published By: Kiran

Last Updated: 09:16 PM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતી કાલે યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહનનો સમારોહ યોજાનાર છે જેમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા તેમજ યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ADVERTISEMENT

  • કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આવશે ગુજરાત
  • યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ પણ આવશે ગુજરાત
  • યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહણમાં રહેશે ઉપસ્થિત

ભારે વિવાદ વચ્ચે આખરે અમદાવાદ મહાપાલિકામાં વિપક્ષના નેતા તરીકે શહેજાદખાન પઠાણની સત્તાવાર પસંદગી કરવામાં આવી છે. AMCમાં વિપક્ષના ઉપનેતા તરીકે નિરવ બક્ષીની નિયુક્તિ કરાઈ છે.

યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ પણ આવશે ગુજરાત

મહત્વનું છે કે આવતી કાલે યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહનનો સમારોહ યોજાનાર છે જેમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા તેમજ યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાથે જ મહારાષ્ટ્ર અને રાજસ્થાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ પણ ઉપસ્થિત રહેશ. યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહણ યોજાનાર છે ત્યારે મોટી સંખ્યમાં કાર્યકરો હાજર રહે તેવું પણ મનાઈ રહ્યું છે જો કે હાલ રાજ્યમાં કોરોનો સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે જેને લઈને કાર્યકરોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી શકે છે. 

યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહણમાં રહેશે ઉપસ્થિત

જ્યારે કોંગ્રેસ પ્રભારી અને યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતની તૈયારીઓ પણ કરવામાં આવી છે. જો કે આજે મનપામાં વિપક્ષ નેતાનું નામ જાહેર કરાયું છે જેમાં મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે શહેજાદખાન પઠાણ, જ્યારે વિપક્ષના ઉપનેતા તરીકે નિરવ બક્ષીની નિયુક્તિ કરવામાં આવી છે. તો બીજી તરફ કેટલાક કોંગ્રેસી કાર્યકરોમાં નારાજગીનો સૂર પણ જોવા મળી રહ્યો છે. 

AMCમાં વિપક્ષના નેતા બન્યા શહેઝાદખાન પઠાણ

ગુજરાત વિધાનસભા ચુંટણી આડે માત્ર 10 મહિના બાકી છે ત્યારે, કોંગ્રેસમાં 'એક સાંધતા તેર તૂટે છે'માંડ માંડ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાનો લાંબા સમયથી ગૂંચવાયેલો મુદ્દો સુલ્જ્યો, ત્યાંજ અમદાવાદ મહાનગર પાલિકામાં પણ આખરે વિપક્ષના નેતા પદનું ગૂંચવાયેલું કોકડું ઉકેલાઈ ગયું. શહેઝાદ ખાન પઠાણને સત્તાવાર રીતે કોર્પોરેશનના વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. AMCમાં વિપક્ષના ઉપનેતા તરીકે નિરવ બક્ષીની નિમણૂક કરવામાં આવી છે.. જ્યારે મુખ્ય દંડક તરીકે જગદીશ રાઠોડની વરણી કરવામાં આવી છે. 

કોંગ્રેસ કોર્પોરેટરોએ ઉઠાવ્યો હતો વાંધો 

અમદાવાદ મહાનગર પાલિકામાં કોંગ્રેસના 10 નગર સેવકોએ રાજીનામાં આપતા 'ઉકળતા ચરુ' જેવી સ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસ નેતા સી જે ચાવડાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે  બે નિરીક્ષકો નિમાયા છે જેમાં એક હું અને બીજા નરેશ રાવલ છે'. જે કઈ હશે તેનો આગામી સમયમાં નિર્ણય લેવાશે. જો કે, તેમ કહ્યું કે, રાજીનામાં જેવી કોઈ વાત નથી. એક ફોર્મ્યુલા પ્રમાણે 4 વર્ષ માટે 4 લોકોને એક- એક વર્ષ માટે વિપક્ષના નેતા બનાવવાનો રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વનુ છે કે  શહેઝાદ ખાનના નામ સામે કોંગ્રેસના જ કોર્પોરેટરે વાંધો ઉઠાવ્યો હતો.પ્રદેશ કક્ષાએ અને રાષ્ટ્રીયકક્ષાએ પણ આ અંગે રજૂઆત થઈ હતી. શહેઝાદ ખાન પઠાણ પર મહિલાના અપમાનનો પણ આરોપ લાગ્યો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Politics Inauguration Raghu Sharma youth congress કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ રાજકારણ Gujarat politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ