બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / radhanpur bjp candidate lavingji thakor dance video goes viral gujarat elections
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ તમામ રાજકીય પક્ષોએ મોટા ભાગની બેઠકો પરના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. ત્યારે ગઈકાલે ભાજપે વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં રાધનપુર બેઠક પરથી ભાજપે લવિંગજી ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યાર બાદ લવિંગજી ઠાકોરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં લવિંગજી ઠાકોર ઢોલના તાલે ઝૂમતા જોવા મળી રહ્યાં છે. ત્યારે ઢોલના તાલે ઝૂમતા લવિંગજીનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.
ADVERTISEMENT
મારી ઇચ્છા રાધનપુર બેઠકથી ચૂંટણી લડવાની હતી: અલ્પેશ ઠાકોર
બીજી બાજુ રાધનપુરથી ટિકિટ ન મળતા અલ્પેશ ઠાકોરે પણ VTV ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 'મારી ઇચ્છા રાધનપુર બેઠકથી ચૂંટણી લડવાની હતી. પરંતુ પાર્ટીએ મારા માટે જે વિચાર્યું હશે તે યોગ્ય હશે.' મહત્વનું છે કે, ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
પાર્ટી દ્વારા મારા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો: અલ્પેશ ઠાકોર
ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરનું નામ જાહેર કરાયા બાદ તેમણે VTV ન્યૂઝ સાથે વાતચીત કરી. સૌથી પહેલા તો અલ્પેશ ઠાકોરે મોવડી મંડળનો આભાર માન્યો. જે બાદ તેઓએ જણાવ્યું કે, 'આ વિસ્તારના લોકોની સેવા માટે તેમના કામ કરવા મને જે જવાબદારી મળી છે તેને હું નિભાવીશ. પાર્ટી દ્વારા મારા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. જેને સાર્થક કરવા હું પૂરેપૂરી મહેનત કરીશ.'
ADVERTISEMENT
હવે ગાંધીનગર દક્ષિણનો પણ સર્વાંગી વિકાસ થશે: અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, આ વખતે ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર પણ કમળ ખીલશે. હવે ગાંધીનગર દક્ષિણનો પણ સર્વાંગી વિકાસ થશે. રાધનપુરની જનતા પણ આ વખતે એક કમળ ગાંધીનગર મોકલશે.
ADVERTISEMENT
ભાજપે ગઇકાલે વધુ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા
નોંધનીય છે કે, ગતરોજ ભારતીય જનતા પાર્ટીએ વધુ 12 ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કલોલથી બકાજી ઠાકોર અને રાધનપુરથી લવિંગજી ઠાકોર તથા પાટણથી રાજુલ દેસાઇને ટિકિટ અપાઈ છે. અત્યાર સુધીમાં ભાજપ દ્વારા 178 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે માત્ર 4 બેઠક પરના ઉમેદવારોના નામનું એલાન કરવાનું બાકી રહ્યું છે. જેમાં માણસા, ખેરાલુ, રાવપુરા, માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.