બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Rachin Ravindra created a record of hitting 3 century for newzealand team in his first world cup tournament

સ્પોર્ટસ્ / કરિયરના પહેલા જ વર્લ્ડકપમાં સચિન-દ્રવિડના કોમ્બો ખેલાડીએ તો ઈતિહાસ રચ્યો: એક બાદ એક સેન્ચુરી ફટકારી બની ગયો નંબર-1

Vaidehi

Last Updated: 06:19 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય મૂળનાં ન્યૂઝીલેન્ડની ટીમનાં ખેલાડી રચિન રવીંદ્રે પોતાના પહેલા જ વર્લ્ડ કપમાં નંબર-1નો તાજ પહેરી લીધો છે. ન્યૂઝીલેન્ડનો આ ખેલાડી કરિયરની શરૂઆતમાં જ સચિન અને દ્રવિડ જેવી ધાક જમાવી રહ્યો છે.

  • ભારતીય મૂળનાં ખેલાડી રચિન રવીંદ્રની બોલબાલા
  • ન્યૂઝીલેન્ડની ટીમનાં નંબર-1 ખેલાડી બન્યાં
  • પહેલી જ વર્લ્ડ કપમાં બનાવ્યો જબરો રેકોર્ડ

વર્લ્ડ કપ 2023માં અનેક દિગ્ગજ ખેલાડીઓ રમી રહ્યાં છે અને કેટલાકે તો પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. આ પ્લેયર્સમાં કેન વિલિયમ્સન, રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત કેટલાન નવા ખેલાડીઓ પણ શામેલ છે. પણ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડનાં કોમ્બોએ પોતાના પહેલા વર્લ્ડકપમાં જેવી ધાક જમાવી હતી તેવું વર્ષો સુધી કોઈ ખેલાડી નથી કરી શક્યું. પણ હાલમાં ભારતીય મૂળનાં રચિન રવીંદ્રને ડેબ્યૂ વર્લ્ડ કપમાં પોતાનો જલ્વો દેખાડ્યો છે. તેમણે મેગા ઈવેંટમાં પોતાની તૃતીય સદી ફટકારી.

સ્ટાર બન્યો રચિન રવીંદ્ર
રચિન રવીંદ્રનો બેટ પહેલા જ મેચથી ધૂમ મચાવી રહ્યો છે. તેમણે વર્લ્ડ કપની પોતાની પહેલી જ મેચમાં તાબડતોડ સદી ફટકારી. આ બાદ નેધરલેન્ડની સામે તેમણે અડધી સદી પૂર્ણ કરી. આ બાદ ટીમ ઈન્ડિયા કે જે આ વર્લ્ડ કપમાં બોલિંગની દ્રષ્ટિએ સૌથી ખતરનાક ટીમ બની છે તેની સામે પણ રચિને 75 રન ઠોક્યાં. દ્વિતીય સદી તેમણે ઑસ્ટ્રેલિયાની સામે ફટકારી હતી. હવે તેમણે પાકિસ્તાનની ટીમને લપેટ્યું છે. તેમણે કેન વિલિયમ્સનની સાથે મળીને 88 બોલમાં પોતાની સદી ફટકારી લીધી છે.

ન્યૂઝીલેન્ડની ટીમમાં કોઈ આ સ્કોર નથી બનાવી શક્યું
રચિન રવીંદ્ર પોતાના પહેલા જ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડનાં એવા પહેલા બેટ્સમેન બની ગયાં છે કે જેમણે વર્લ્ડકપમાં ત્રણ સદી ફટકારી લીધી છે. આ પહેલા કેન વિલિયમ્સને 2019માં 2 સદી ફટકારી હતી. આ પહેલા માર્ટિન ગપ્ટિલે 2015માં અને ગ્લેન ટર્નરે 1975માં 2-2 સદી ફટકારી હતી. હવે રચિન રવીંદ્ર 3 સદી ફટકારીને પહેલા નંબર પર આવી ચૂક્યાં છે. તેમણે વર્લ્ડ કપમાં 500 રનનો આંકડો પણ પાર કરી લીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ