બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / R Madhavan's son wins five gold medals: Not acting, Vedanta Madhavan is a swimming champion

મનોરંજન / R Madhavan ના દીકરાએ જીત્યા પાંચ ગોલ્ડ મેડલ: એક્ટિંગ નહીં, આ ક્ષેત્રમાં ચેમ્પિયન છે વેદાંત

Megha

Last Updated: 01:41 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માધવનનો પુત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રમતમાં પોતાના કૌશલ્યથી દેશનું નામ રોશન કરી રહ્યો છે. વેદાંત સ્વિમિંગમાં માહેર છે અને તે તેમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે

  • આર માધવન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે 
  • અવારનવાર  પુત્ર વેદાંત ની સિદ્ધિઓ વિશે લોકોને જણાવતા રહે છે
  • માધવનનો પુત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રમતમાં સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે

આર માધવન આ નામને દરેક લોકો જાણે છે અને એમને તેમનાની એક્ટિંગથી બૉલીવુડની સાથે એમને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ એક ખાસ ઓળખ બનાવી છે. માધવનના ચાહકો જાણતા હશે કે તે માત્ર એક સારા અભિનેતા જ નથી, પણ એક સારા ફેમિલી મેન અને પિતા પણ છે. નોંધનીય છે કે તેઓ હંમેશા તેમના પુત્ર વેદાંતને ખૂબ જ સમર્થન આપે છે અને અવારનવાર તેની સિદ્ધિઓ વિશે લોકોને જણાવતા રહે છે. 

જણાવી દઈએ કે માધવનનો પુત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રમતમાં પોતાના કૌશલ્યથી દેશનું નામ રોશન કરી રહ્યો છે. વેદાંત સ્વિમિંગમાં માહેર છે અને તે તેમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરીને તેના પિતા અને દેશને ગર્વ અપાવતો રહે છે. 

જણાવી દઈએ કે વેદાંતે સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભારત માટે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા છે. આર માધવને આ સિદ્ધિ બદલ તેમના પુત્રને અભિનંદન આપતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છ જેમાં તેને જણાવ્યું હતું કે વેદાંતે તાજેતરમાં મલેશિયા ઇન્વિટેશનલ એજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો જેમાં તે જીત્યો હતો. 'ભગવાનની કૃપા અને તમારા બધાની શુભેચ્છાઓ સાથે, વેદાંતે ભારત માટે પાંચ ગોલ્ડ (50 મીટર, 100 મીટર, 200 મીટર, 400 મીટર અને 1500 મીટરમાં) બે પીબી મેળવ્યા. આ ઇવેંટ મલેશિયા ઇન્વિટેશનલ એજ ગ્રુપ સ્વિમિંગ ચૅમ્પિયનશિપ 2023માં આ અઠવાડિયે કુઆલાલંપુરમાં યોજાઈ હતી. '

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by R. Madhavan (@actormaddy)

નોંધનીય છે કે પિતા આર માધવને શેર કરેલી તસવીરોમાં વેદાંત ભારતના રાષ્ટ્રધ્વજ અને પાંચ ગોલ્ડ મેડલ સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો તો બીજા ફોટોમાં તે તેની માતા સરિતા બિર્જે સાથે જોવા મળી રહ્યો છે. આર માધવનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેને તાજેતરમાં જ ફિલ્મ 'રોકેટરી' અને 'ધોખા'માં જોવા મળ્યો હતો. તેની આગામી ફિલ્મોની યાદી પણ ઘણી લાંબી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ