બ્રેકિંગ ન્યુઝ
VTV / આરોગ્ય / Quinoa is helpful for weight loss, consuming it daily will keep these ailments at bay
એક દિવસમાં કિનોઆનું કેટલું સેવન કરવું જોઈએ?
ADVERTISEMENT
તમે એક દિવસમાં એકથી બે કપ કિનોઆનું સેવન કરી શકો છો. તેનું સેવન કરવાથી જો પેટમાં દુ:ખાવો, ખંજવાળ અથવા ઊબકા આવે તો તેનું સેવન ના કરવું જોઈએ. રિસર્ચમાં સામે આવ્યું છે કે નિયમિતરૂપે એક વાટકી કિનોઆનું સેવન કરી શકાય છે.

ADVERTISEMENT
કિનોઆના ફાયદા
કિનોઆ ગ્લૂટેન ફ્રી હોય છે
ADVERTISEMENT
કિનોઆમાં ગ્લૂટેન હોતું નથી, જે લોકોને ગ્લૂટેન પસંદ નથી તે લોકો તેનું સેવન કરી શકે છે. તમે ચોખાની જગ્યાએ કિનોઆનું સેવન કરી શકો છે. આ પૌષ્ટીક આહાર શરીરને પ્રોટીન , આયર્ન, ફાઈબર અને કેલ્શિયમ પ્રદાન કરે છે.
કિનોઆમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે
ADVERTISEMENT
કિનોઆમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછો હોય છે. આ કારણોસર બ્લડ શુગર લેવલમાં વૃદ્ધિ થતી નથી. તે શરીરને સારી એનર્જી આપે છે.
કિનોઆ મિનરલ્સથી ભરપૂર હોય છે
ADVERTISEMENT
કિનોઆમાં ઝિંક મેગ્નેશિયમ અને આયર્ન જેવા ખનીજ તત્ત્વ રહેલા છે. જેનાથી અનિદ્રા, માથાનો દુ:ખાવો, માંસપેશીઓ અકડાઈ જવી, એનીમિયા, ડાયાબિટીસ તથા અન્ય બીમારીઓ થતી નથી.

ADVERTISEMENT
વજન ઓછું કરવામાં મદદ કરે છે
કિનોઆમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં કેલરી પણ ઓછી હોય છે. આ કારણોસર નાશ્તામાં તેનું સેવન કરવું જોઈએ.
પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન
કિનોઆમાં નવ ગ્રામ એમિનો એસિડ અને આઠ ગ્રામ પ્રોટીન હોય છે. સ્વસ્થ શરીર માટે એમિનો એસિડ અને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. જે માંસપેશીઓને સ્વસ્થ રાખે છે અને વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.
કિનોઆ રેસિપી
ક્વિનોઆ ધોઈને તેને બાફી દો. ત્યારબાદ તેમાં તમને ગમતાં શાકભાજી સમારીને એક ચમચી તેલમાં તેને સાંતળી લો. હવે તેમાં લીંબુનો રસ અને મીઠું નાખીને મિશ્ર કરી. હવે તેમાં કિનોઆ નાખી દો.
કિનોઆ સલાડ
કિનોઆ બાફીને પાણી કાઢી લો. હવે કાકડી, ગાજર, ડુંગળી, ફુદીનાનાં પત્તાં, લાલ મરચાં અને મગફળી ધોઈ નાખો અને સમારીને કિનોઆ સાથે મિશ્ર કરો. તેમાં એક ચમચી મીઠું, સંચળ અને લીંબુનો રસ મિશ્ર કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.